રાજકોટ/ પ્રેમીને વીડિયો કોલ કરી પ્રેમિકાએ કર્યું અગ્નિસ્નાન, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ

યુવતીએ પ્રેમી સાથે વીડિયો કોલ પર વાત કરતા કરતા પોતાના પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું

Gujarat Rajkot
Mantavyanews 4 9 પ્રેમીને વીડિયો કોલ કરી પ્રેમિકાએ કર્યું અગ્નિસ્નાન, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ
  • રાજકોટમાં યુવતીનો અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ
  • પ્રેમીને વીડિયો કોલ કરી કર્યો આપઘાતનો પ્રયાસ
  • 22 વર્ષની સોનલ અબાસણિયાએ કર્યા આત્મહત્યાનો પ્રયાસ
  • ચાલુ વીડિયો કોલે કેરોસીન છાંટી કર્યો અગ્નિસ્નાનો પ્રયત્ન
  • પ્રેમીના પિતા પ્રેમસબંધ ન રાખવા દબાણ કરતા હતા

Rajkot News: આજકાલની પેઢી પ્રેમમાં એટલી તો ગળાડૂબ થઇ જાય છે કે તેમને દુનિયાનું કશું પણ ભાન રહેતું નથી. એટલું જ તેઓ પ્રેમમાં એટલા પાગલ બની જાય છે કે માતા-પિતાનું પણ વિચારતા નથી. પ્રેમમાં પાગલ બનીને પોતાનો જીવન ટૂંકાવતા પણ નથી અચકાતા. આવી જ એક ઘટના રાજકોટની સામે આવી છે. જ્યાં એક યુવતીએ તેના પ્રેમીને પ્રેમીને વીડિયો કોલ કરી અગ્નિસ્નાન કર્યું હતું. જે બાદ પરિલારજનો યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

શહેરના વિજય પ્લોટમાં રહેતી યુવતીએ બુધવારે સવારે તેના પ્રેમી સાથે વીડિયો કોલમાં વાત કરતા કરતા અગ્નિસ્નાન કરી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.પોલીસ તપાસમાં સોનલે થોડા સમય પહેલા જ કોલેજનો અભ્યાસ પુરો કર્યો હોવાનું સામે આવ્યું છે. સોનલ બે મહિનાની હતી ત્યારથી તે કાકા વિજય અબસાણીયા સાથે જ રહે છે. તેના પિતા ઉમેશભાઇ મોરબી રોડ વેલનાથપરામાં રહે છે. ઉમેશભાઇની સોનલ આગલા ઘરની દીકરી છે. તેને બીજા લગ્નથી બે દીકરા છે. સોનલને 6 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફત સોમનાથ તરફ રહેતાં યુવાન સાથે પરિચય થયો હતો અને બાદમાં બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.

પરંતુ યુવકના પિતાએ લગ્નની ના પાડતાં યુવતી હતાશ થઈ ગઈ હતી. જેથી તેણીએ આજે સવારે પ્રેમીને વીડિયો કોલ કર્યો હતો અને ચાલું વીડિયો કોલ પ્રેમીની નજર સામે જ કેરોસીન છાંટી અગ્નિ સ્નાન કરી લીધું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ દોડી જઈ યુવતીનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો:મહુવામાં આધેડને ઢોરે અડફેટે લેતાં મોત, તંત્ર સામે રોષ

આ પણ વાંચો:રાજકોટમાં 3 પરિવારના ઘરનો આધાર સ્થંભ તૂટ્યો, હાર્ટ એટેકથી 3 આશાષ્પદ વ્યક્તિના મોત

આ પણ વાંચો:મનપા સંચાલિત આ ગામમાંથી મળી મૃત માછલીઓ, ઘટનાને લઇ સ્થાનિકોમાં ભારે રોષ

આ પણ વાંચો:વરાછાના અશ્વનીકુમાર વિસ્તારને ક્યારે મળશે કેમિકલવાળા પાણીથી મુક્તિ