વડોદરા રથયાત્રા/ વડોદરામાં પણ નીકળી જબરજસ્ત રથયાત્રાઃ વિદ્યાર્થીઓએ પણ રથ ખેંચ્યો

વડોદરા શહેરના મેયર નિલેશ રાઠોડ દ્વારા પહિંદવિધિ કરીને રથયાત્રાને રેલવે સ્ટેશન ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવી. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથની 42મી રથયાત્રાની પાછળ સ્ટુન્ડ ફોર સેવાના 100 જેટલા વિદ્યાર્થીઓ રહેશે.

Top Stories Gujarat Vadodara
Vadodara Rathyatra વડોદરામાં પણ નીકળી જબરજસ્ત રથયાત્રાઃ વિદ્યાર્થીઓએ પણ રથ ખેંચ્યો

વડોદરા શહેરના મેયર નિલેશ રાઠોડ દ્વારા પહિંદવિધિ Vadodara-Rathyatra કરીને રથયાત્રાને રેલવે સ્ટેશન ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવી. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથની 42મી રથયાત્રાની પાછળ સ્ટુન્ડ ફોર સેવાના 100 જેટલા વિદ્યાર્થીઓ રહેશે. જે રથયાત્રા દરમિયાન રોડ પર થયેલો કચરો એકત્ર કરશે. જેથી શહેરમાં સ્વચ્છતા રાખી શકાય.

ભગવાન જગન્નાથની 42મી રથયાત્રા દરમિયાન ઈસ્કોન મંદિર Vadodara-Rathyatra દ્વારા 35 ટન શિરાની પ્રસાદીનું ભક્તોમાં વિતરણ કરવામાં આવશે. આ પ્રસાદીમાં 300 કિલો ઘી, 800 કિલો ડ્રાયફ્રૂટ્સ સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યું છે.

ભગવાન જગન્નાથજીની 42મી રથયાત્રા અનુસંધાને વડોદરા Vadodara-Rathyatra પોલીસનું જાહેરનામું વડોદરાના 30 જેટલા રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ સિવાય વડોદરાના રાજવી પરિવારના પ્રિન્સ અશોકરાજે Vadodara-Rathyatra ગાયકવાડ સ્કૂલ તથા દેવ્યાનીરાજે ગાયકવાડ સ્કૂલના પટાંગણમાં શ્રી જગન્નાથજી ભગવાનનું “શ્રી મંદિર” પ્રસ્થાપિત છે. પૂજાના રોજિંદા વ્યવહારો તથા મંદિરની પરંપરાઓ અને પ્રથાઓનું પાલન કરતા અષાઢી બીજના દિવસે શ્રી જગન્નાથજી ભગવાનની 20મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના સંચાલક અને આચાર્ય Vadodara-Rathyatra એવા ડૉ. તુષાર ભોંસલેએ  જણાવ્યું હતું કે, 20મી રથયાત્રામાં 1200 જેટલા વિદ્યાર્થીઓ,200 થી વધુ વાલીઓ તેમજ 100 શિક્ષકોએ શ્રી જગન્નાથજી ભગવાનના રથને મંદિરથી શાળાના પટાંગણ સુધી ખેંચ્યો હતો.

અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય કેયુરભાઈ Vadodara-Rathyatra રોકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ શ્રીકૃષ્ણ ધૂન, લોક નૃત્ય તેમજ ઢોલ નગારાના તાલ સાથે હરિબોલના નાદ ગાઈને આનંદ ઉત્સાહથી પરંપરાગત રીતે રમઝટ બોલાવી હતી.

 

આ પણ વાંચોઃ Rajkot-Sanatani Bulldozer/ રાજકોટની રથયાત્રામાં સનાતની બુલડોઝરની બોલબાલા

આ પણ વાંચોઃ ભગવાન મોસાળમાં/ ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યાઃ મોસાળમાં ભાવભીનું સ્વાગત અને જમણવાર શરૂ

આ પણ વાંચોઃ PM-Modi-Bese Wishes/ વડાપ્રધાને રથયાત્રાની સાથે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચોઃ રથયાત્રા/ આંખ પર પટ્ટી બાંધીને પૂજારીઓ બદલે છે ભગવાન જગન્નાથની મૂર્તિ,રહસ્યમય છે આ પરંપરા 

આ પણ વાંચોઃ PahindVidhi/ પહિંદવિધિ અંગે જાણો, આનંદીબેન પહિંદવિધિ કરનારા એકમાત્ર મહિલા મુખ્યમંત્રી