બનાસકાંઠા/ ભારે પવનથી લીમડાનું ઝાડ પડતા ગર્ભવતી મહિલાનું મોત, પતિ અને બાળકનો બચાવ

લીમડાનું વૃક્ષ ધારાસાયી થતા ગર્ભવતી મહિલાનું મોત નિપજ્યું છે. રાત્રી દરમ્યાન ગર્ભવતી મહિલા, તેનો પતિ અને પુત્ર સુતા હતા તે સમયે દુર્ઘટના ઘટી હતી.

Gujarat Others
ગર્ભવતી મહિલાનું મોત

@ચેહરસિંહ વાઘેલા

કાંકરેજ તાલુકાનાના રાણકપુરની સીમમાં ગત રોજ રાત્રેના બાર વાગ્યાની આજુ બાજુમાં પવન આવતા લીમડાનું વૃક્ષ ધરાશય થતા એક મહિલાનું મૃત્યુ થયું હતું રાણકપુરની સીમમાં લીમડા નીચે પતિ પત્ની બાળક સુઈ રહ્યા હતા ત્યારે લીમડો પડતા નવ માસની ગર્ભવતી પત્નીનું મોત થયું હતું. મૃતક ગર્ભવતી મહિલાના મૃતદેહને પી.એમ.અર્થે ખસેડાયો છે. ઘટનાને પગલે રાણકપુર ગામમાં અરેરાટી મચી ગઈ હતી. થરા પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Untitled 29 3 ભારે પવનથી લીમડાનું ઝાડ પડતા ગર્ભવતી મહિલાનું મોત, પતિ અને બાળકનો બચાવ

આપને જણાવી દઈએ કે, જમનાબેન સુરેશજી ઠાકોર ઉંમર 28 કોતરવાડા ગામના ભાગીયા તરીકે રાણકપુર ખાતે ખેત મજૂરી કામ કરતા હતા. ત્યારે ખેતરમાં રાત્રે સમયે સૂતા હતા ત્યારે અચાનક પવન આવતા પતિ પત્ની બાળક પર લીમડો પડતા પત્નીનું મોત થયું હતું તેમજ પતિ અને બાળકનો આબાદ બચાવ થયો હતો ત્યારે મહિલાની લાશને પી.એમ માટે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી અને વધુ તપાસ થરા પીલીસે હાથ ધરી હતી.

આ પણ વાંચો:અમદાવાદમાં પહેલી જ વખત ઓવરબ્રિજ બનાવતા પહેલા આરસીસી રોડ બનાવી દેવાનો નવતર પ્રયોગ

આ પણ વાંચો:2016થી 2023 સુધીમાં સીટી બસ અને BRTS બસના અકસ્માતમાં 86 લોકોના મોત

આ પણ વાંચો:મુક્તિ ધામ કે નશાનું ધામ? ડાઘુઓ પણ આ દ્રશ્યો જોઈને ડઘાઈ ગયા

આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર

આ પણ વાંચો:ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, 30 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાયની જાહેરાત