Gujrat/ ગુજરાત : નગરપાલિકામાં બદલીનો દોર, 27 ચીફ ઓફિસરોની સાગમટે બદલી

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં ઓફિસરોની બદલીનો દોર શરૂ થયો છે. 27 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સાગમટે બદલી કરવામાં આવી.

Gujarat Top Stories
Mantay 86 ગુજરાત : નગરપાલિકામાં બદલીનો દોર, 27 ચીફ ઓફિસરોની સાગમટે બદલી

ગુજરાત : રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં ઓફિસરોની બદલીનો દોર શરૂ થયો છે. રાજ્યની 27 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સાગમટે બદલી કરવામાં આવી. નગરપાલિકાના વર્ગ 1,2 અને 3ના ચીફ ઓફિસરોની બદલીના સમાચારથી વિભાગમાં હલચલ મચી છે.

રાજ્યમાં પ્રાંતિજ, દહેગામ, પોરબંદર, બરવાળા, હારીજ, ડીસા, બાબરા, સોજીત્રા, ખેડા, દામનગર, ધ્રોલ, થરાના, લીંબડી, સુરેન્દ્રનગર, ભાયાવદર, ઉમરેઠ, બાયડ, મહુધા, માણસા, સાણંદ, ઉપલેટા, બારડોલી, ગઢડા, મોડાસા, બીલીમોરા, કડોદરા અને તરસાડીના ચીફ ઓફિસરનો બદલી કરવામાં આવી. શુક્રવારે રાતે નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના આદેશ જારી કરાયા હતા. આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે તમામ ઓફિસરોએ તાત્કાલિક અસરથી આદેશનું પાલન કરવાનું રહેશે.

અગાઉ આશરે 10 મહિના પહેલા જ 42 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીઓના આદેશ અપાયા હતા. તે સમયે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને ઇડર નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે ફરી નગરપાલિકાના 27 ચીફ ઓફિસરોની બદલીના આદેશ અપાયા છે. કયા ઓફિસરને ક્યાં પોસ્ટીંગ મળ્યું જુઓ.

Chief Officer transfer order page 0001 ગુજરાત : નગરપાલિકામાં બદલીનો દોર, 27 ચીફ ઓફિસરોની સાગમટે બદલી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શન

આ પણ વાંચો:સમાજવાદી પાર્ટી/અખિલેશ યાદવે પોસ્ટ શેર કરી ‘SP અને RLDએ કર્યું ગઠબંધન, બંને પાર્ટીના કાર્યકર્તાઓને ક્ષેત્રના વિકાસ માટે સાથ આપવા કરી અપીલ

આ પણ વાંચો: