Fraud/ જામનગરમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયો યુવક, કોરા કાગળ પર કરાવી સહિ

જામનગરમાં એક યુવકે માસિક રૂપિયા 15 ટકા વ્યાજે પેટ્રોલ પંપના માલિક પાસેથી પૈસા લીધા. પેટ્રોલ પંપ સંચાલકને યુવકે પૈસા આપવામાં વિલંબ કરતા યુવકને હેરાન કરવામાં આવ્યો.

Gujarat
Beginners guide to જામનગરમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયો યુવક, કોરા કાગળ પર કરાવી સહિ

જામનગરમાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે. યુવકો પોતાની જરૂરિયાતને પગલે વ્યાજખોરના ચુંગલમાં ફસાઈ રહ્યા છે. જામનગરમાં એક યુવકે માસિક રૂપિયા 15 ટકા વ્યાજે પેટ્રોલ પંપના માલિક પાસેથી પૈસા લીધા. પેટ્રોલ પંપ સંચાલકને યુવકે પૈસા આપવામાં વિલંબ કરતા યુવકને હેરાન કરવામાં આવ્યો. પેટ્રોલ પંપના સંચલાકે યુવક પાસેથી ત્રણ લાખને બદલે 16.65 લાખ રૂપિયાની વસૂલાત કરી. તેમજ નાણાં પડાવવા યુવાન પાસેથી કોરાકાગળ પર સહી કરાવી લીધી. આ મામલે જામનગર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીને જાણ કરતા સમગ્ર બાબત સામે આવી. પેટ્રોલ પંપ સંચાલકે યુવક પાસેથી માસિક રૂપિયા 15 ટકા વ્યાજે રૂપિયાની વસૂલાત કરતા માલિક સામે ફરિયાદ કરવામાં આવી.

ગત મહિનાના અંતમાં વ્યાજખોરોના ત્રાસનો આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બે વ્યાજખોરો દ્વારા આસીફ સંધી નામના વેપારીને હેરાનગતિ કરવામાં આવી હતી. વેપારી આસીફે વ્યાજખોરો પાસેથી 10ટકા લેખી વ્યાજે રૂપિયા લીધા હતા. વર્ષો સુધી વ્યાજ કરતા વધુ રકમની ચુકવણી કરવા છતાં વધુ માંગણી કરાતા વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ કરી. 15 દિવસની અંદર આવો જ એક અન્ય કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં યુવકે પેટ્રોલપંપના સંચાલક પાસેથી 15 ટકા વ્યાજે લોન લીધી હતી. યુવકે નિર્ધારિત પૈસા ચૂકવવા છતાં પેટ્રોલપંપના માલિક દ્વારા પૈસાની માંગણી કરાઈ અને કોરા કાગળ પર જબરજસ્તી સહી કરાવામાં આવી.

વ્યાજખોરો દ્વારા આ પ્રકારની હેરાનગતિ કરાતા યુવકે પોલિસ ફરિયાદ નોંધાવી. સામાન્ય રીતે બેંક અથવા ધિરાણકર્તા 8 ટકા અથવા વધુમાં વધુ 10 ટકા વ્યાજે લોન આપે છે જ્યારે વ્યાજખોરો બીજાની જરૂરિયાતનો લાભ લઈ 15 ટકા અને 18 ટકા વ્યાજે લોન આપી રહ્યા છે. જેના બાદ તેમની માંગણીઓ વધવા લાગે છે અને લોન લેનારને હેરાન કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં લોકો અંતિમ પગલું ભરતા પણ જોવા મળે છે. પરંતુ જામનગરના યુવકે જાગૃત બનતી પેટ્રોલપંપના માલિક સામે ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 જામનગરમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયો યુવક, કોરા કાગળ પર કરાવી સહિ


આ પણ વાંચો : Proposal Approved/ અધિકારીઓની જેમ મહિલા સૈનિકોને પણ પ્રસૂતિ અને બાળ સંભાળ માટે રજા મળશે

આ પણ વાંચો : ગાંજાનો જથ્થો ઝડપાયો/ પંચમહાલના ઘોઘંબામાં SOGએ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું

આ પણ વાંચો : Mass Suicide/ બનાસકાંઠામાં પરિવારે કર્યો સામૂહિક આપઘાત, એક જ પરિવારના ચાર સભ્યોના મોત