Accident/ તારાપુર-બોરસદ હાઈવે પર સર્જાયો અકસ્માત, એકનું મોત ચાર લોકો ઈજાગ્રસ્ત

તારાપુર પાસે મોડી રાત્રે ઈકો ગાડી આગળ જતા મોટા વાહનમાં ઘુસી જતા એકનું મોત થવા નિપજ્યું હતું.

Gujarat
WhatsApp Image 2023 11 14 at 10.11.06 AM તારાપુર-બોરસદ હાઈવે પર સર્જાયો અકસ્માત, એકનું મોત ચાર લોકો ઈજાગ્રસ્ત

(હેમંત દેસાઈ – પ્રતિનિધિ, માતર)

તારાપુર પાસે મોડી રાત્રે ઈકો ગાડી આગળ જતા મોટા વાહનમાં ઘુસી જતા એકનું મોત થવા નિપજ્યું હતું અને ઈકોમાં સવાર બે મહિલાઓ સહિત અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તારાપુર-બોરસદ રોડ પર આવેલ બ્રિજ નજીક ભવાની હોટલ પાસે બોરસદ તરફથી આવતી ઈકો ગાડી નંબર GJ-05-RH-5276ના ચાલકે પોતાની ઈકો પુરપાટ ઝડપે હંકારી લાવી આગળ જઈ રહેલ મોટા વાહનની પાછળ ઘુસી જતા નરવતભાઈ રૂપસિંગભાઈ પટેલ (ઉ.વ.49)ને માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઈજા ઓ પહોંચતા સારવાર દરમીયાન મોત નીપજ્યું હતું. જ્યારે સુમિત્રબેનને માથાના ભાગે તેમજ ડાબા હાથે ફેક્ચર થયું હતું અને જીગ્નેશ(ઉ.વ.12) તેમજ તુષાર(ઉ.વ.10)ને શરીર પર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઈજા પામનાર ઇજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લાના દેવઘઢ બારીયા તાલુકાના ચેનપુર ગામના પુલિયારી ફળિયામાં રહેતો પરિવાર ઈકો ગાડી લઈ ભગુડા-બગદાણા ગામે દર્શન કરવા જતાં હતાં. ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ફરિયાદ ભુપતભાઇ સવજીભાઈ બારીયાએ તારાપુર પોલીસ મથકે ઈકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 તારાપુર-બોરસદ હાઈવે પર સર્જાયો અકસ્માત, એકનું મોત ચાર લોકો ઈજાગ્રસ્ત


આ પણ વાંચો: વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું ભારતમાં શું બદલાવ આવ્યો…

આ પણ વાંચો: ઈઝરાયલના રક્ષા મંત્રીનો દાવો,’હમાસનું હવે ગાઝા પર નિયંત્રણ નથી’

આ પણ વાંચો: PM મોદી ખેડૂતોને નવા વર્ષની આપશે ભેટ, પરંતુ આ ખેડૂતોને લાભ નહીં મળે!


આણંદ જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો

આણંદ જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

ખેડા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

ખેડા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો