Surat/ સુરતના મોટા વરાછા વિસ્તારમાં શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, આરોપીની કરી ધરપકડ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં માનસિક વિકૃત યુવકે શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

Top Stories Surat
મૃત્યુદરમાં થશે ઘટાડો 55 સુરતના મોટા વરાછા વિસ્તારમાં શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, આરોપીની કરી ધરપકડ
  • મોટા વરાછાના અંબિકા પીનેકલ  કોમ્પલેક્ષ નજીકની ઘટના હતી
  • વિકૃત મગજના વ્યક્તિ દ્વારા આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો
  • ઉત્રાણ પોલીસે શ્વાન સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડ્યો
  • હરેશ લાલજીભાઇ વાગડીયા નામનો યુવક ઝડપાયો

દિવ્યેશ પરમાર- પ્રતિનિધી, સુરત

સુરતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો. સુરતના મોટા વરાછા વિસ્તારમાં માનસિક વિકૃત યુવકે શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર મામલે પોલીસે 70થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જેના બાદ સમગ્ર હકીકત સામે આવતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના  મોટા વરાછા વિસ્તારના લજામણી ચોક પાસેના અંબિકા પિનેકલ એપાર્ટમેન્ટ પાસે યુવાને શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા સુરત શર્મ સાર થયું છે. કારણ કે પ્રાણી સાથે આ પ્રકારની ઘટના બનતા પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. યુવાન શ્વાન સાથે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી.

પોલીસે વાયરલ થયેલ શ્વાન સાથેના દુષ્કર્મની ઘટના ખરેખર કયાં બની અને આ વીડિયો કયા વિસ્તારનો છે, તે સ્થળ અને યુવાનની ઓળખની કામગીરી 70 થી વધુ સીસી ટીવી કેમેરા તપાસી તેના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ કૃત્ય નાનસાડના ખાતે રહેતા હરેશ લાલજીભાઈ વાગડિયા એ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી  પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછ કરતાં પરિણીત હરેશ વાગડિયા મંડપના ધંધા સાથે સંકળાયેલા હોવાનું જણાવ્યું. તેમજ મોબાઈલ ફોનમાં બીભત્સ ક્લીપિંગ જોઈને માનસિક વિકૃતતાના કારણે શ્વાન સાથે આ હરકત કરી હોવાની આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :