OMG!/ 16 વર્ષ પછી પિતાને ખબર પડી ચાર બાળકીનો પિતા કોઈ બીજો છે

@નિકુંજ પટેલ ચીનમાં એક વ્યક્તિને લગ્નના 16 વર્ષ બાદ ખબર પડી હતી કે તેની ચાર દિકરીનો પિતા કોઈ બીજી વ્યક્તિ છે. ત્યારબાદ તેણે પ્તની પાસે છુટાછેડા માંગ્યા હતા અને હાલ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. છુટાછેડા સાથે સંકળાયેલા આ કેસમાં પતિએ પત્ની સાથેની કેટલીક વાતો કરી ત્યારે સૌ કોઈ દંગ રહી ગયા હતા. […]

World
પિતા

@નિકુંજ પટેલ

ચીનમાં એક વ્યક્તિને લગ્નના 16 વર્ષ બાદ ખબર પડી હતી કે તેની ચાર દિકરીનો પિતા કોઈ બીજી વ્યક્તિ છે. ત્યારબાદ તેણે પ્તની પાસે છુટાછેડા માંગ્યા હતા અને હાલ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે.

છુટાછેડા સાથે સંકળાયેલા આ કેસમાં પતિએ પત્ની સાથેની કેટલીક વાતો કરી ત્યારે સૌ કોઈ દંગ રહી ગયા હતા. તેણે કહ્યું કે તેના લગ્નના 16 વર્ષ થઈ ગયા છે. તેને ચાર દિકરી છે. પરંતુ બાદમાં ખબર પડી હતી કે આ ચારેય દિકરીનો અસલી પિતા કોઈ અન્ય વ્યક્તિ છે. પત્ની તેને દગો આપી રહી હતી. પતિએ આ સંદર્ભે કોર્ટને કેટલાક પુરાવા પણ આપ્યા હતા. આ બનાવ ચીનના જીયાંગ્શી પ્રાંતનો છે. આ બાબતે ગયા વર્ષે ડિસેમ્બરમાં કોર્ટમાં સુનાવણી થઈ હતી.

ચેન જીયાન નામના શખ્સે પોતાની પત્ની વિરૃધ્ધ છુટાછેડાની અરજી કોર્ટમાં દાખલ કરી હતી. પત્નીની ઓળખ યુ તરીકે થઈ છે. સાઉથ ચાઈનાના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ ચેન અને તેના વકીલે કેટલાક પુરાવા રજૂ કર્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ચેનની પત્નીએ ગયા વર્ષે નવેમ્બરમાં હોમટાઉન બહાર એક દિકરીને જન્મ આપ્યો હતો.

હોસ્પિટલના દસ્તાવેજોથી ખબર પડી હતી કે ડિલીવરી સમયે ત્યાં વુ નામનો શખ્સ આવ્યો હતો. ચેનને તેની પર શક હતો કે તેની પત્ની સાથે તેને અફેર છે. આ ઘટનાની સોશિયલ મિડીયા પર ખૂબ ચર્ચા ચાલી છે. લોકો ચેનને દેશનો સૌથી વધુ દુખી માણસ ગણાવે છે. નવાઈની વાત એ છે કે ચેનની બાકીની ત્રણ દિકરીઓના જન્મ 2008, 2010 અને 2018માં થયા હતા. ત્રણેયનો પિતા પણ વુ નામનો શખ્સ છે. ચેન અને તેની પત્ની વચ્ચે 2022 થી વિવાદ શરૂ થયો હતો ત્યારે ચેનને જાણવા મળ્યું હતું કે તેની પત્ની તેની સાથે દગો કરી રહી છે. ફેબ્રુઆરી 2022માં ચેનએ પત્ની યુ નો પીછો કરવાનું શરૂ કર્યું. તેણે રાજ્ઞે પત્ની યુ ને કોઈ અન્ય વ્યક્તિ સાથે હોટેલમાં જોઈ લીધી હતી.

ચેનને શંકા ગઈ કે તેની સૌથી નાની દિકરી તેની પોતાની નથી. કારણકે તે બિલ્કુલ તેના જેવી દેખાતી ન હતી. બાદમાં તેણે તેનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો. રિઝલ્ટમાં તેની શંકા સાચી પડી. ત્યારબાદ તેણે તેની બાકીની ત્રણ દિકરીના પણ ડીએનએ ટેસ્ટ કરાવ્યા. જેમાં તેને જણાયું કે આ ત્રણે દિકરી પણ તેની પોતાની નથી.

ત્યારબાદ તે પોતાની સાસરીમાં ગયો અને આ વાતની માહિતી આપી. જ્યાં ચેનને તેની સાસુ સાથે ઝઘડો થઈ ગયો. માકરામારીમાં તેની સાસુ નીચે પડી ગઈય બાદમાં તેની પત્ની યુ તેના માતા પિતા સાથે ઝઘડો કરવા ઘરે આવી. જેનાથી ચેનના પિતાને ઝટકો લાગ્યો હતો. તે હાર્ટની બિમારીથી પિડાતા હતા. તેમની હાલત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ચેનનું કહેવું છે કે કોઈ પણ પુરૂષ આવા માનવતાને શરમમાં મુકે તેવા અનુભવોને પબ્લીકની સામે ન જણાવે. મને એ વખતે ખૂબ દુખ થયું જ્યારે મને ખબર પડી કે બાળકો મારા પોતાના નથી.

બાદમાં ચેને તેની પત્નીને તેના અસલી પિતા વિશે પુછ્યું. પણ પત્નીએ કોઈ વાત ન કરી. ચેનનું કહેવું છે કે તે બાળકોને ખૂબ યાદ કરે છે. હવે ચેન ઈચ્છે છે કે તેની પત્ની યુ ને તમામ બાળકોની ગાર્ડીયનશીપ મળી જાય અને તેમને પાળવામાં જે ખર્ચ થયો તે તેમને મળે.

આ સંદર્ભે ચેનની પત્ની યુ નું કહેવું છે કે આ બાળકો ઘણા સમયથી તેને પિતા કહે છે. તેમને ડીએનએ ટેસ્ટ માટે લઈ જવા એ જાનવરનું કામ છે. વધુમાં તેણે કહ્યું કે મને નથી લાગતું કે મે તેને દગો આપ્યો છે. શુ લોહીનો સંબંધ જ સૌથા વધુ જરૂરી હોય છે ?

જે બાળકો પેદા ન કરી શકતા હોય તેવા પરિવારો માનતા હોય છે કે આ બાળકોને દત્તક લેવા અને તેમનું પાલનપોષણ કરવું ઠીક છે, જેમની સાથે કોઈ આનુંવંશિક સંબંધ નથી. ડિસેમ્બરમાં ચેનએ સોશિયલ મિડીયા પર પોસ્ટ મુકીને કહ્યું હતું કે તેને આશા છે કે આ કેસ જલ્દીથી પુરો થશે અને આરોપીઓને સજા મળશે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:saudi arabia/ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયામાં રચાયો ઈતિહાસ, પહેલીવાર કોઈ ભારતીય બિન-મુસ્લિમ નેતા મદીના મસ્જિદ પહોંચ્યા

આ પણ વાંચો:Earthquake/ફરી જોરદાર ભૂકંપથી હચમચી ગયું જાપાન, જાણો કેટલી રહી તીવ્રતા

આ પણ વાંચો:maldives/માલદીવમાં રાષ્ટ્ટપતિ મુઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની વિપક્ષની માંગણી, પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણીના પડઘા