અંબાજી/ ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે 29 સપ્ટેમ્બરના રોજ 6.18 લાખ ભક્તો ઉમટ્યા હતા. 79,480 ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો છે.

Top Stories Gujarat Others
Mantavyanews 39 2 ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

બનાસકાંઠા જિલ્લાના આરાસુરી મા અંબાના ધામ અંબાજીમાં 23 સપ્ટેમ્બરે શરૂ થયેલો સાત દિવસનો ભાદરવી પૂનમના મેળાની આજે પૂર્ણાહુતી કરવામાં આવી છે. આજે ભાદરવી પૂનમના દિવસે તા. 29 સપ્ટેમ્બરના રોજ સમાપન થયું છે. આ વર્ષે લગભગ 40 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શનનો લાહ્વો લીધો, અને ભેટ સોગાદ આપી.

ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે 29 સપ્ટેમ્બરના રોજ 6.18 લાખ ભક્તો ઉમટ્યા હતા. 79,480 ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો છે. 3.32 લાખથી વધુ પ્રસાદ વિતરણ પેકેટની વહેચણી કરવામાં આવી છે. 15 હજાર ચીખી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આજે મેળાના ચોથા દિવસે રૂ. 38,10,554ની ભંડાર, ગાદી ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની આવક છે. તેમજ 81,46,031 લાખની પ્રસાદ વિતરણની આવક મળી કુલ 1,19,56,585 રૂપિયાની આવક ટ્રસ્ટને થઇ છે. 520 ગ્રામ સોનાની આવક થઇ છે. આજે 6 હજારથી વધુ દર્દીઓની આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાની ટૂંકી વિગત અહી કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે.

Image

ભાદરવી પૂનમના સાત દિવસના મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું, અને મનમૂકિને માના દરબારમાં ભેટ, સોગાદ અને દાન કર્યું. કોઈએ સોનું અર્પણ કર્યું, તો કોઈએ પોતાની પાસે જે હોય તેમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એમ માની રોકડની ભેટ મુકી, આ સિવાય મંદિર સંસ્થાનને પ્રસાદ, સહિતની કુલ સાત દિવસમાં 5.50 કરોડની 6 દિવસમાં 28 તારીખ સુધીમાં આવક થઈ છે, ત્યારે આજે સાતમા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા છે, તે જોતા આ આંકડો 6 કરોડને પાર કરે તેવો અંદાજ છે.

ભાદરવી પૂનમના મેળામાં ભક્તોએ ચીકીને બદલે મોહનથાળ પસંદ કર્યો છે. 7 દિવસમાં મોહનથાળના 16 લાખ પેકેટનું વિતરણ થયું છે. જ્યારે ચીકી પ્રસાદના ફક્ત 75 હજાર પેકેટ વેચાયા છે. 7 દિવસમાં 40 લાખ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવ્યા છે. અત્રે જણાવીએ કે, થોડા દિવસો અગાઉ અંબાજીમાં પ્રસાદને લઇ વિવાદ થયો હતો. જેમાં મોહનથાળને બદલે પ્રસાદમાં ચીકીનો પ્રસાદ નક્કી કરાયો હતો. અંબાજીના ભક્તોએ મોહનથાળનો પ્રસાદ માન્ય રાખ્યો હતો. અંબાજીમાં મોહનથાળનો જ પ્રસાદ સૌથી ઉત્તમ હોવાનો ભક્તોનો મત છે.


આ પણ વાંચો:દાંતના ડોક્ટર કે દાનવ? ચોટીલામાં પાંચ વર્ષના બાળકની ટ્રીટમેન્ટ સમયે કરી આવી મોટી ભૂલ

આ પણ વાંચો:બળજબરીથી ભગાડી જઈ યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાએ ગટગટાવ્યું એસિડ

આ પણ વાંચો:પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર ડ્રગ્સ માફિયા ઝડપાયો

આ પણ વાંચો:જાણો ગાંધીધામ પોલીસે પકડેલા 800 કરોડના કોકેન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું