ખુખાર સિંહણ/ માતા પિતા સાથે સુતેલી બાળકીનો સિંહણે કર્યો શિકાર

બગસરાના હાલરીયા ગામે પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જઇ સિંહણે ફાડી ખાધી હતી.

Gujarat Others Trending
 5 વર્ષની બાળકીને ફાડી ખાધી
  • અમરેલી:સિંહણ 5 વર્ષની બાળકીને ઉઠાવી ગઇ
  • બગસરાના હાલરીયા સીમ વિસ્તારની ઘટના
  • બાળકી પરિવાર સાથે સુઇ રહી હતી ત્યારે બની
  • બાળકીના શરીરના અવશેષો વનવિભાગને મળ્યા

Amreli : રાજ્યમાં વન્યજીવોએ રહેણાંક વિસ્તારમાં ઘૂસીને લોકો પર હુમલો કર્યો હોવાની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. તો કેટલીક વખત વન્યપ્રાણીઓએ કોઈ વ્યક્તિનો જીવ લીધો હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવી જ એક ઘટના અમરેલીના બગસરાના હાલરીયા સીમ વિસ્તારમાં બની છે.  જ્યાં એક સિંહણે 5 વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

આપને જણાવી દઈએ કે, અમરેલીના બગસરાના હાલરીયાની સીમ વિસ્તારની મોડી રાતની આ ઘટના છે. એક ખેત મજૂર પરિવારના 5 વર્ષની બાળકી મોડી રાતે પરિવાર સાથે સૂતી હતી. ત્યારે વાડીએ સિંહણ આવી ચઢી હતી. સિંહણ પરિવાર સાથે સૂઈ રહેલી 5 વર્ષીય સોનુ ડામોર નામની બાળકી ઉઠાવી ગઈ હતી. બાળકીને સિંહણે ફાડી ખાધી.  જો કે એક બાળકી પર સિંહણના હુમલાની ઘટનાએ સ્થાનિકોમે હચમચાવી દીધા છે.સ્થાનિકો દ્વારા જલ્દીમાં જલ્દી આ સિંહણને પાંજરે પુરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આખી રાત સુધી બાળકીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સવારે વન વિભાગની ટીમને બાળકીના કેટલાક અવશેષો મળી આવ્યાં હતા. હાલ તો સિંહણને પકડવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો:અમદાવાદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત, સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો:ભાવનગરમાં ઘર પાસે રમતા  પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ

આ પણ વાંચો:લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:તાપીમાં મોટા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદની લાગણી