Banaskantha/ યુવક સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યથી ચકચાર

બનાસકાંઠામાં યુવકનો વીડિયો ઉતારી 3 લાખ માંગ્યા

Top Stories Gujarat
Beginners guide to 2024 06 02T121529.356 યુવક સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યથી ચકચાર

Banaskantha News : બનાસકાંઠામાં બનેલા એક ચકચારભર્યા બનાવમાં યુવક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે.એટલું જ નહી આરોપીઓએ યુવક પાસે 3 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. પોલીસે બે પૈકા એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીની શોધ હાથ ધરી છે.બનાસકાંઠાના વડગામના છાપી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આ બનાવની વિગત મુજબ બે આરોપીએ ભોગ બનનારા યુવક સાથે મોબાઈલ પર મિત્રતા કરીને તેને વિસ્વાસમાં લીધો હતો. ત્યારબાદ બન્ને આરોપી તેની છાપી વિસ્તારના એક ખેતરમાં લઈ ગયા હતા જ્યાં તેને ઢોરમાર માર્યો હતો. બાદમાં તેમણે યુવક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. એટલું જ નહી આરોપીઓએ યુવકનો વૂડિયો ઉતારીને તેને બ્લેકમેઈલ કર્યો હતો અને રૂ.3,00,000 ની માંગણી કરી હતી.

બનાવને પગલે ભાગ બનનારા યુવકે છાપી પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિ.યાદને આધારે પોલીસે તપાસ હાથ ધરીને માજીદ ઉમર કડીવાલા નામના શખ્સની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીધો હતો. જ્યારે અન્ય આરોપી ઈરફાન ઉમર કડીવાલાને ઝડપી લેવા તપાસના ટક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને પગલે આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ

આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી