Not Set/ નવસારી/  જાહેર માર્ગના બાંધકામમાં ભ્રષ્ટાચાર બાબતે લોકોમાં રોષ

ચીખલી તાલુકાના ગોડથલ ગામે ૨.૧૫ કિમીનો અડધો રસ્તો બનાવ્યા બાદ તેની દિશા બદલી નંખાતા પટેલ ફળિયાના સ્થાનિકોએ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે આજે સવારે રસ્તાનું કામ અટકાવી દીધું હતું. પટેલ ફળિયાથી ઢોલુંબર તરફના ૭૦૦ મીટરના રસ્તાને સમય મર્યાદા બાદ પણ ન બનતા ગ્રામીણોના વિરોધને પગલે માર્ગ મકાન વિભાગના અધિકારી અને ગામના સરપંચ ઘટના […]

Gujarat Others
bapu 11 નવસારી/  જાહેર માર્ગના બાંધકામમાં ભ્રષ્ટાચાર બાબતે લોકોમાં રોષ

ચીખલી તાલુકાના ગોડથલ ગામે ૨.૧૫ કિમીનો અડધો રસ્તો બનાવ્યા બાદ તેની દિશા બદલી નંખાતા પટેલ ફળિયાના સ્થાનિકોએ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે આજે સવારે રસ્તાનું કામ અટકાવી દીધું હતું. પટેલ ફળિયાથી ઢોલુંબર તરફના ૭૦૦ મીટરના રસ્તાને સમય મર્યાદા બાદ પણ ન બનતા ગ્રામીણોના વિરોધને પગલે માર્ગ મકાન વિભાગના અધિકારી અને ગામના સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ગુજરાતના વિકાસમાં રસ્તાઓએ મુખ્ય ભૂમિકા ભજવી છે. જેમાં ગામડાઓનાં નાના-નાનાં રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જિલ્લા પંચાયત હસ્તક બનાવવામાં આવતા ગામડાઓમાં પણ વિકાસની ગતિ જોવા મળી રહી છે. પરંતુ ઘણીવાર અધિકારી અને કોન્ટ્રાકટરને કારણે ગામડાનાં લોકોએ સમસ્યાનો સામનો કરવો પડે છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં અંતરિયાળ એવા ગોડથલ ગામના પટેલ ફળિયામાં આવેલ મસ્જીદથી પીપળા અને ત્યાંથી પૂર્વ સરપંચ બિપિનભાઈના ઘરથી ઢોલુંબર ગામ તરફ જતો રસ્તો ૪૯ લાખ રૂપિયા ખર્ચે એક વર્ષ અગાઉ મંજૂર થયો હતો. ત્રણ ટુકડામાં બનનારા રસ્તામાં મસ્જીદથી પીપલા સુધીનો ૬૦૦ મીટરનો માર્ગ અને ત્યારબાદ પૂર્વ સરપંચના ઘરથી ઢોલુંબર ગામ તરફનો ૭૦૦ મીટરનો માર્ગ નોન પ્લાન રસ્તામાં બનાવવાના હતા.

જયારે મસ્જીદથી આગળ ફક્ત રી કાર્પેટિંગ કરવાનું હતું. પરંતુ જિલ્લા પંચાયત હસ્તકના ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ગોડથલના પટેલ ફળિયામાં પીપળાથી મસ્જીદ અને ત્યાંથી આગળનો માર્ગ પણ નોન પ્લાન રસ્તા તરીકે જ બનાવી દીધો હતો. જયારે પૂર્વ સરપંચના ઘરથી ઢોલુંબર સુધીનો માર્ગ રસ્તાની સમય મર્યાદા પૂરી થવા છતાં પણ શરૂ ન થતા સ્થાનિકોએ તપાસ કરી હતી.

જેમાં પૂર્વ સરપંચ બિપીનભાઈના ઘરથી ઢોલુંબર સુધીનો માર્ગ નોન પ્લાન રસ્તા હેઠળ બનાવવાનો હતો, પરંતુ માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ એ માર્ગ ન બનાવી કોઈક અગમ્ય કારણ સર માર્ગની દિશા જ બદલી નાખતા ગામલોકોમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાની બુમરાણ ઉઠવા પામી હતી. સાથે જ આજે સવારે ગ્રામીણોએ સ્થાનિક આગેવાનોની સાથે મસ્જીદ તરફ ચાલતા રસ્તાને કામને અટકાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.

સ્થાનિકોના વિરોધને પગલે માર્ગ મકાન વિભાગના એસઓ અને ગામના સરપંચ પણ દોડી આવ્યા હતા. જેમાં સરપંચે માર્ગ મકાન વિભાગના એસઓ બ્રિજેશ પટેલને તેમની ભૂલ હોવાની વાત કરી રસ્તો બનાવી આપવા જણાવ્યું હતું. ગ્રામજનોનો વિરોધ જોતા એસો બ્રિજેશે પોતાના ઉપરીઓ સાથે વાત કરી ૩ દિવસમાં નહિ બનેલા રસ્તાનું કામ શરૂ કરવાનું આશ્વાસન આપી ઘટના સ્થળેથી ચાલતી પકડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.