bridge/ અમદાવાદમાં વધુ એક બ્રિજ જર્જરિત અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો

અમદાવાદ શહેરનો વધુ એક બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બ્રિજ સીટીએમનો ડબલડેકર બ્રિજ છે અને આ બ્રિજ સીધો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેને જોડે છે. તેના પરથી આ બ્રિજનું વિશેષ મહત્વ છે. આ બ્રિજની જર્જરિત હાલત જોતા રોજ આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોના જાનમાલની સલામતી પણ મહત્વનો ચિંતાનો વિષય બન્યો છે.

Top Stories Ahmedabad Gujarat
CTM Bridge અમદાવાદમાં વધુ એક બ્રિજ જર્જરિત અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો

અમદાવાદ: અમદાવાદ શહેરનો વધુ એક બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બ્રિજ સીટીએમનો ડબલડેકર બ્રિજ છે અને આ બ્રિજ સીધો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેને જોડે છે. તેના પરથી આ બ્રિજનું વિશેષ મહત્વ છે. આ બ્રિજની જર્જરિત હાલત જોતા રોજ આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોના જાનમાલની સલામતી પણ મહત્વનો ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં જામનગરમાં ત્રણ માળનું મકાન જર્જરિત સ્થિતિમાંથી તૂટી પડ્યું તે બધા જાણે છે.

હવે સીટીએમના આ ડબલડેકર બ્રિજ પર ગાબડા પડ્યા છે અને બ્રિજની પાઇપો પણ તૂટી રહી છે. બ્રિજના રોડ પર પહોળી તિરાડો અને મોટા ગાબડા જોવા મળી રહ્યા છે. આમ હાટકેશ્વર બ્રિજ કૌભાંડ બાદ વધુ એક બ્રિજ કૌભાંડની ગંધ આ બ્રિજમાંથી આવી રહી છે.

આ સિવાય આ બ્રિજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાનું જાણમાં આવ્યું છે. આ બ્રિજ પર દારુની પાર્ટી ચાલતી હોવાના પુરાવા મળ્યા છે. આ દારૂડિયાઓ બ્રિજ પરની બખોલના પિલ્લરમાં તેમની દારૂની ખાલી બોટલો નાખી દે છે અથવા તો ભરેલી બોટલો છૂુપાવે છે. આમ આ બ્રિજ રાતે અસામાજિક તત્વોનો મોટો અડ્ડો બની જાય છે. આવા સંજોગોમાં આ રસ્તા પરથી પસાર થતાં લોકોના જાનમાલની સલામતીને લઈને પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.

સત્તાવાળાઓ આ બ્રિજ પર તાકીદે ધ્યાન નહીં આપે તો હાટકેશ્વર બ્રિજ કૌભાંડનું પુનરાવર્તન થતાં નહી રોકી શકે.કોર્પોરેશને અને પોલીસ તંત્રએ બંને ધ્યાન આપવાની જરૂર છે. અસામાજિક તત્વો આ બ્રિજ પર દારુની આ રીતે પાર્ટી ચલાવે છે તે બાબત આ રસ્તા પરથી પસાર થનારા લોકોના જાનમાલ માટે ચિંતાજનક બાબત છે. આથી સત્તાવાળાઓ આ બ્રિજ અંગે તુરત પગલાં લે સમયની માંગ છે, નહી તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના થશે તો તેની જવાબદારી એકમાત્ર સત્તાવાળાઓની જ રહેશે.

આ પણ વાંચોઃ Sabarmati Riverfront Phase-2/ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2માં નદીને સમાંતર 5.8 કિ.મી.નો રોડ બનશે

આ પણ વાંચોઃ Private Boating/ અમદાવાદના માલેતુજારો હવે બોટના માલિક પણ બની શકશે અને બોટિંગ પણ કરી શકશે

આ પણ વાંચોઃ Rape/ યુવતી પર મંગેતરે જ ગુજાર્યો બળાત્કાર, કેનાલ પાસે ફેંકી દીધી

આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધ/ ‘બળવાખોર’ વેગનર ગ્રૂપ સાથે આરપારની લડાઈના મૂડમાં પુતિન, કહ્યું- દેશદ્રોહીને નહીં છોડશે

આ પણ વાંચોઃ PM Modi-Merrymilliben/ અમેરિકન સિંગર મેરી મિલબેને પહેલા ભારતીય રાષ્ટ્રગીત જન-ગણ-મન ગાયું, પછી પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા