Maharashtra Accident/ મહારાષ્ટ્રમાં વધુ એક ગમખ્વાર અકસ્માતઃ કન્ટેનર હોટેલમાં ઘૂસી જતા સાતના મોત

મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક કન્ટેનર ટ્રકે પહેલા બે વાહનોને ટક્કર મારી અને બાદમાં એક હોટલમાં ઘુસી જતા ભયકંર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં સાતના મોત થયા છે અને 28 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના ધુલે જિલ્લામાં મુંબઈ-આગ્રા હાઈવે પર મુંબઈથી 300 કિલોમીટર દૂર પલાસનર ગામ પાસે બની હતી.

Top Stories India
Accident in Kerala

મહારાષ્ટ્રની હાલમાં રાજકીય રીતે અને વાહનવ્યવહારની Maharashtra Accident રીતે માઠી દશા બેઠી હોય તેમ લાગે છે. તાજેતરમાં જ મુંબઈ નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર લક્ઝરી બસ પલ્ટી ખાઈ જતાં 26 જીવતા ભૂંજાયા હતા તે ઘટનાને અઠવાડિયું પણ થયું નથી ત્યાં બીજા અકસ્માતમાં કન્ટેનટર હોટેલમાં ઘૂસી જતા સાતના મોત થયા છે.

મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક કન્ટેનર ટ્રકે પહેલા બે વાહનોને ટક્કર મારી અને બાદમાં એક હોટલમાં ઘુસી જતા ભયકંર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને 28 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. Maharashtra Accident આ ઘટના ધુલે જિલ્લામાં મુંબઈ-આગ્રા હાઈવે પર મુંબઈથી 300 કિલોમીટર દૂર પલાસનર ગામ પાસે બની હતી.

મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર પાસે ટ્રકની બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. ટ્રકે પહેલા બે વાહનોને જોરદાર ટક્કર મારી અને બાદમાં બસ સ્ટોપ પાસેની હોટલમાં ઘુસી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં Maharashtra Accident બસની રાહ જોઈ રહેલા કેટલાક મુસાફરોનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને શિરપુર અને ધુલેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે. Maharashtra Accident અકસ્માત એટલો ભયકંર હતો કે મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ અકસ્માતના સ્થળે આસપાસના ગામના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. મુંબઈ-આગ્રા હાઈવે પર આવેલું પલાસનેર ગામ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના શિરપુર તાલુકામાં આવેલું છે. આ વિસ્તાર મધ્યપ્રદેશને અડીને આવેલો છે. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ પલાસનેર પાસે આ માર્ગ ભયકંર અકસ્માત થયો હતો.

 

આ પણ વાંચોઃ Farming Rise/ સારા વરસાદના પગલે કૃષિ વાવેતરમાં દસ લાખ હેક્ટરનો વધારો

આ પણ વાંચોઃ Sainik School/ મહેસાણામાં સૈનિક સ્કૂલનું ઉદઘાટન કરતા અમિત શાહ

આ પણ વાંચોઃ SCO Summit 2023/  ચીન અને પાકિસ્તાન બંને સાથે સંબંધો સારા નથી, SCO સમિટને લઈને ભારતની શું છે યોજના

આ પણ વાંચોઃ AMTS-Accident/ સરકારી વાહન બન્યા યમદૂત એએમટીએસે વૃદ્ધને કચડ્યા, બસચાલક ફરાર

આ પણ વાંચોઃ Child Death/ પાટણમાં હસતારમતા બાળકને મળ્યું મોત