Rajkot Gamezone Tragedy/ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી સાગઠિયાની વધુ એક મિલ્કત આવી સામે

એમ.ડી સાગઠિયા 90 લાખ રૂપિયાની ધરાવે છે ઓફિસ

Top Stories Gujarat Rajkot
Beginners guide to 2024 06 02T124111.045 રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી સાગઠિયાની વધુ એક મિલ્કત આવી સામે

 

Rajkot News : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ  તેમ આરોપીઓના કરતૂતો બહાર આવી રહ્યા છે. જેમાં તપાસ દરમિયાન એમ.ડી.સાગઠિયાની વધુ એક મિલકત સામે આવી છે.

આરોપી સાગઠિયાની ટ્વિન ટાવરમાં 901 નંબરની ઓફિસ હોવાનું તપાસમાં ખુલ્યું છે. તે સિવાય આ મિલકત એમ.ડી.સાગઠિયાના ભાઈના નામે હોવાની નિગતો પણ તપાસમાં બહાર આવી છે.

રાજકોટના 150 ફીટ રિંગ રોડ પર આ ટ્વિન ચાવર આવેલું છે. એમ.ડી.સાગઠિયાની આ ઓફિસ પોશ વિસ્તારમાં આવેલી છે.

નવાઈની વાત એ છે કે આ ઓફિસનો વોરો પણ બાકી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 27થી વધુ લોકો આગમાં ભુંજાઈ ગયા હતા. જેને પગલે હાહાકાર મચી ગયો હતો અને લોકોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો હતો. જેને પગલે સરકાર દોડતી થઈ ગઈ હતી. તે સમયે તત્કાલીન પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી પણ કરી નાંખવામાં આવી હતી. કેટલાય અધિકારીઓને સસપેન્ડ પણ કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ

આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી