અક્ષર પટેલ-જાડેજા બેટિંગ/ ભારત પ્રથમ ટેસ્ટમા 400 રનમા ઓલઆઉટઃ ઓસ્ટ્રેલિયા પર 223 રનની લીડ, અક્ષર પટેલના 84 રન

ભારત ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસે લંચ ટાઇમે 400 રને ઓલઆઉટ થઈ ગયું છે. આ સાથે ભારતે ઓસ્ટ્રેલિયા પર 223 રનની જંગી લીડ મેળવી છે.

Top Stories Sports
Axar Patel Jadeja Batting ભારત પ્રથમ ટેસ્ટમા 400 રનમા ઓલઆઉટઃ ઓસ્ટ્રેલિયા પર 223 રનની લીડ, અક્ષર પટેલના 84 રન
  • ભારતની ઇનિંગ્સમાં કેપ્ટન રોહિત શર્મા 120, અક્ષર પટેલ, 84, જાડેજાના 70 રનનો ફાળો
  • ઓસ્ટ્રેલિયાના સ્પિનર ટોડ મર્ફીએ પ્રથમ ટેસ્ટમાં જ વિકેટ ઝડપી
  • ભારતની જંગી લીડ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની હવે કસોટી

Axar Patel-Jadeja Battting ભારત ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસે લંચ ટાઇમે 400 રને ઓલઆઉટ થઈ ગયું છે. આ સાથે ભારતે ઓસ્ટ્રેલિયા પર 223 રનની જંગી લીડ મેળવી છે. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માની સદી પછી ઓલરાઉન્ડર અક્ષર પટેલે 84 રન અને જાડેજાએ 70 રનનો ફાળો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા પર ભારતને સરસાઈ અપાવવામાં રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ વચ્ચેની 88 રનની ભાગીદારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા ઓસ્ટ્રેલિયાના સ્પિનર ટોડ મર્ફીએ 124 રન આપી સાત વિકેટ ઝડપી હતી અને તે ઓસ્ટ્રેલિયાનો સૌથી સફળ બોલર રહ્યો હતો.

ભારતે ગઈકાલના 7 વિકેટે 321 રનથી આગળ રમવાનું શરૂ કર્યા Axar Patel-Jadeja Battting પછી આજે જાડેજાની વિકેટ તરત જ ગુમાવી હતી. જાડેજા તેના ગઈકાલના સ્કોરમાં ચાર રન ઉમેરી આઉટ થઈ ગયો હતો. જાડેજાએ 185 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 70 રન કર્યા હતા. જાડેજા પછી આવેલા શમીએ આક્રમક રમત બતાવી હતી. તેણે 47 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 37 રન કર્યા હતા. શમી અને અક્ષર પટેલ વચ્ચે નવમી વિકેટની 52 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા પર 200થી વધુ રનની સરસાઈ મેળવી હતી. અક્ષર પટેલ સૌથી અંતિમ વિકેટના સ્વરૂપમાં 170 બોલમાં દસ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 84 રન કરી આઉટ થયો હતો. આ તેની કારકિર્દીનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ સ્કોર છે.

આ પહેલા ભારતને કેપ્ટન રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દીની નવમી સદીએ Axar Patel-Jadeja Battting મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું. તેના પછી ભારતના મિડલ ઓર્ડરે ધબડકો કર્યો હતો. ચેતેશ્વર પૂજારા અને કોહલી નિષ્ફળ ગયા હતા. જ્યારે પ્રથમ ટેસ્ટ રમી રહેલા ઓસ્ટ્રેલિયન સ્પિનર ટોડ મર્ફીનો દેખાવ પ્રભાવશાળી રહ્યો હતો. પણ કેપ્ટન રોહિત શર્માએ એક છેડો સાચવી રાખી સદી ફટકારી હતી. છેવટે તેની વિકેટ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને બોલર પેટ કમિન્સે લીધી હતી. તેના પછી લોઅર ઓર્ડરમાં જાડેજા અને અક્ષર પટેલની શાનદાર બેટિંગે તથા શમીની ઉપયોગી બેટિંગે ભારતને ઓસ્ટ્રેલિયા પર જંગી સરસાઈ અપાવવામાં મદદ કરી છે.

ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ટેસ્ટ રમતા ટોડ મર્ફીનો દેખાવ શાનદાર રહ્યો હતો. Axar Patel-Jadeja Battting તેણે પ્રથમ ટેસ્ટમાં જ 124 રન આપી સાત વિકેટ ઝડપી અનેક રેકોર્ડ સર્જ્યા હતા. પણ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની નિષ્ફળતા તેના સારા દેખાવ પર પાણી ફેરવી શકે છે. પહેલા ઇનિંગ્સમાં લબુશેન અને સ્મિથ સિવાયના બેટ્સમેનોએ તો રીતસર ભારતીય સ્પિનરો સામે શરણાગતિ જ સ્વીકારી લીધી હતી.

આ પણ વાંચોઃ

રશિયા-યુક્રેન યુદ્ધ/ યુક્રેન-રશિયા યુદ્ધ રોકવા મોદી પુતિનને મનાવી શકેઃ અમેરિકા

યુએસ જેટ દ્વારા વધુ એક ઓબ્જેક્ટ શૂટ/ યુએસ ફાઇટર જેટ્સે અલાસ્કામાં 40 હજાર ફૂટ ઊંચે ઓબ્જેક્ટને શૂટ કર્યો

જંત્રી-ભુપેન્દ્રભાઈ પટેલ/ બિલ્ડરો-ગ્રાહકોને રાહતઃ નવી જંત્રી હાલમાં નહીં 15 એપ્રિલથી અમલી બનશે