ઉચાટ વચ્ચે આનંદની રાહત/  વાવાઝોડા વચ્ચે બાળકીનો જન્મ, સરકાર દ્વારા સગર્ભાની કરાય છે સેવા

કચ્છમાં બિપરજોય વાવાઝોડાની તોળાતી ઘાત વચ્ચે ખાસ કરીને પ્રસુતા મહિલાઓની સારસંભાળ અને તેઓને સલામત સ્થળે ખસેડવા કચ્છનું વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે.

Gujarat Others Trending
Untitled 87  વાવાઝોડા વચ્ચે બાળકીનો જન્મ, સરકાર દ્વારા સગર્ભાની કરાય છે સેવા

વાવાઝોડાની આફતને લઈ લોકોમાં ઉચાટ હતો ત્યારે કચ્છના સેલ્ટર હોમમાં સારા સમાચાર સામે આવ્યા હતા.લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી વચ્ચે સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા થતા તેને આંગણવાડીના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જેમણે રાત્રીના સમયે બાળકીને જન્મ આપ્યો હતો.જેથી ઉચાટના વચ્ચે એક સારા સમાચાર મળતા લોકોમાં આનંદનું મોજુ ફરી વળ્યું હતુ.

કચ્છમાં બિપરજોય વાવાઝોડાની તોળાતી ઘાત વચ્ચે ખાસ કરીને પ્રસુતા મહિલાઓની સારસંભાળ અને તેઓને સલામત સ્થળે ખસેડવા કચ્છનું વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. ત્યારે 9 માસની સર્ગભા મહિલાને ભારે પવન અને વાવાઝોડાની સ્થિતિ વચ્ચે રસલીયા ગામથી ભુજની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં રાત્રે તેમણે બાળકીને જન્મ આપ્યો હતો.

નખત્રાણા તાલુકાના રસલીયા ગામના કૈલાશબા ગનુભા જાડેજાને સર્ગભા અવસ્થાના 9 માસ પૂર્ણ થતા હોવાથી ગમે ત્યારે પ્રસુતિ થઇ શકે તેવી સ્થિતિ હતી. કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે પવન અને વરસાદની સ્થિતિમાં કૈલાશબા મુશ્કેલીમાં મુકાઇ શકે તેમ હોવાથી પરિસ્થિતિને પારખીને ગઇકાલે બપોરે આંગણવાડી કાર્યકરોએ સર્ગભા મહિલાને તત્કાલ અસરથી 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરાવ્યા હતા. જયાં રાત્રે 9.30 કલાકે લક્ષ્મી સ્વરૂપ બાળકીનો જન્મ થતાં પરીવારમાં ખુશીનું મોજું ફેલાયું હતું.

આ અંગે કૈલાશબાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની સ્થિતમાં છેલ્લા દિવસો હોવાથી ગમે ત્યારે પ્રસુતિ થઇ શકે તેમ હોવાથી પરીવાર ચિંતામાં હતો. પરંતુ અમારી ચિંતા સરકારે દુર કરીને સામેથી સારસંભાળ સાથે ખુદ હોસ્પિટલ પહોંચાડતા સુખરૂપ અવસ્થામાં કોઇપણ સમસ્યા વગર બાળકીનો જન્મ થઇ શકયો હતો.જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કલેકટર અમિત અરોરાનો ખાસ આભાર માન્યો હતો કે તેમણે વાવાઝોડાની ગંભીર સ્થિતિમાં પણ પ્રસુતા બહેનોની સારસંભાળ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે.

આ પણ વાંચો:પરબ ધામમાં વર્ષોથી યોજાતો અષાઢી બીજનો મેળો રદ, આ છે મોટું કારણ

આ પણ વાંચો:વીજળીના કડાકા સાથે રહેશે વરસાદ , હવામાન વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

આ પણ વાંચો:ટૂંક સમયમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત, 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

આ પણ વાંચો:ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની શરૂઆત, ભારે પવન સાથે ભારે વરસાદ; મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી