કળિયુગી માંની મમતા/ ડિસામાં લજવાઈ કળિયુગી માંની મમતા, વાંચીને તમે પણ રડી પડશો

ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં માની મમતા લજવાઈ છે કળયુગી માતાએ પોતાની નવજાત બાળકીને તરછોડી દીધી છે.

Gujarat Others Trending
Web Story 4 ડિસામાં લજવાઈ કળિયુગી માંની મમતા, વાંચીને તમે પણ રડી પડશો
  • બનાસકાંઠા:જિલ્લામાં ફરી માની મમતા લજવતો કિસ્સો
  • ડિસાના ચોરામાંથી નવજાત બાળકી મળી આવી…
  • નવમા માસે જન્મેલી બાળકીને અજાણી મહિલા મૂકી ફરાર
  • સ્થાનિક લોકોએ 108ને જાણ કરતા ખસેડાઈ સારવાર અર્થે

Banaskantha News: સમાજમા દીકરીનું મહત્વ વધે તે હેતુસર સરકાર દ્વારા દીકરીઓને પ્રાધાન્ય આપવા અલગ અલગ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જો કે સરકારના અથાગ પ્રયાસો બાદ પણ બનાસકાંઠાના ડિસામાંથી મા -દીકરીના સબંધને લજવતો અને મા ની મમતાને લાજવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં નવમા માસે જન્મેલી બાળકીને અજાણી મહિલા મૂકી ફરાર થઇ ગઈ હતી. જ્યાં આ ઘટના વિશે સ્થાનિક લોકોને જાણ થઇ ત્યારે તેઓએ 108ને જાણ કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.

આપને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાનું પંચનામું કરાયું છે અને આ નવજાત બાળકીને કોણે તરછોડી તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મહત્વની વાત છે કે અત્યારે તો નવજાત બાળકની  હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે પરંતુ જે સ્થિતિમાં નવજાત બાળકીને તરછોડાઈ તેને લઈ અત્યારે તો સૌ કોઈ નવજાત બાળકીની માતા અને તેના પરિવાર પર ફિટકાર વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો:ગિરનાર રોપવે આજથી 15 તારીખ સુધી રહેશે બંધ, 16 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ લઈ શકશે લાભ

આ પણ વાંચો:કોણ છે વડોદરાના નવા મેયર પિન્કીબેન સોની જાણો….

આ પણ વાંચો:કોણ છે અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન જાણો… પદ સાંભળ્યા બાદ આ હશે મોટો પડકાર

આ પણ વાંચો:મોતના કૂવામાં અકસ્માત, 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ