Not Set/ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતના પીએમ મોદી અને મમતા બેનર્જીને 2600 કિલો કેરી મોકલી

બાંગ્લાદેશી અધિકારીના જણાવ્યા અનુસાર રંગપુર જિલ્લામાં ઉગાડવામાં આવેલી હરીભંગા જાતની કેરી બેનાપોલ ચેક પોસ્ટ દ્વારા ભારત મોકલવામાં આવી છે

Top Stories
shaikh hasina બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતના પીએમ મોદી અને મમતા બેનર્જીને 2600 કિલો કેરી મોકલી

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ રવિવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ભેટ સ્વરૂપે 2600 કિલો કેરી મોકલી છે. બાંગ્લાદેશી અધિકારીઓના જણાવ્યા અનુસાર રંગપુર જિલ્લામાં ઉગાડવામાં આવતી હરીભંગા જાતની કેરી બેનાપોલ ચેક પોસ્ટ દ્વારા ભારત મોકલવામાં આવી છે

બેનાપોલ કસ્ટમ હાઉસના ડેપ્યુટી કમિશનર અનુપમ ચકમાએ  જણાવ્યું કે કેરી એ બંને દેશોની મિત્રતાની નિશાની છે. કોલકાતામાં બાંગ્લાદેશના નાયબ હાઈ કમિશનના પહેલા સચિવ મોહમ્મદ સમીઉલ કડર દ્વારા બાંગ્લાદેશથી મોકલાયેલી કેરીને સ્વીકારી હતી અને આ મેંગોને  નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોકલવામાં આવશે.

રવિવારે 256 બોક્સ ભરેલી ટ્રકે સરહદ પાર કરી હતી. બેનાપોલ મ્યુનિસિપાલિટીના મેયર અશરફુલ આલમ લિટ્ટોન સહિત ઘણા વરિષ્ઠ બાંગ્લાદેશી અધિકારીઓ સરહદ પર હાજર હતા.અહેવાલ અનુસાર હસીના બંગલાદેશની સરહદ પાસે આવતાં પૂર્વોત્તર રાજ્યો આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓને પણ  કેરી મોકલવાની યોજના બનાવી છે.

ગયા વર્ષે, બાંગ્લાદેશે દુર્ગાપૂજા પ્રસંગે સરહદની બંને બાજુ લોકોની પસંદીદા આશરે 1,500 ટન હિલસા માછલીની નિકાસ માટે તેના વેપારીઓને ખાસ મંજૂરી આપી હતી. જ્યાં સુધી મેગો ડેપ્લોમેસીની વાત છે, તે ઉપખંડની રાજનીતિનો એક ભાગ છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે તે સામાન્ય પ્રથા છે. ભૂતપૂર્વ સરમુખત્યાર ઝિયા-ઉલ-હક અને પરવેઝ મુશર્રફ અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રેહમાન મલિક એવા પાકિસ્તાની નેતાઓમાં સામેલ છે જેમણે ભારતીય નેતૃત્વને સામાન્ય ઉપહારમાં કેરી  મોકલી છે.

વડાપ્રધાન શેખ હસીના તરફથી મળેલી આ ભેટ એવા સમયે આવી છે જ્યારે માર્ચના અંતથી ભારત તરફથી કોરોના રસીની નિકાસ અટકી જવાને લઇને બાંગ્લાદેશમાં સ્થિતિ થોડી વિકટ છે. . સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથેના કરાર હેઠળ, બાંગ્લાદેશને આ વર્ષના પ્રથમ ભાગમાં દર મહિને કોવિશિલ્ડના પાંચ મિલિયન ડોઝ પ્રાપ્ત થવાના હતા.