ચેતવણી/ લગ્નો અને મેળાવડાઓ યોજતા પહેલા રાખજો દિલ પર કાબૂ, ફરીથી કડક નિયમો આવતા ફરી શકે છે પાણી

દેશમાં કોરોનાની બીજી લહેરનું આગમન થઈ ચૂકયું છે. આ જ કારણ છે કે મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગ, કેરળ જેવા રાજ્યો ફરી એકવાર લોકડાઉનની સ્થિતિ બની ગયા છે. બધી ચેતવણીઓ અને કડક કાર્યવાહી હોવા છતાં, લોકો માસ્ક

Mantavya Exclusive
merriage2 1 લગ્નો અને મેળાવડાઓ યોજતા પહેલા રાખજો દિલ પર કાબૂ, ફરીથી કડક નિયમો આવતા ફરી શકે છે પાણી

દેશમાં કોરોનાની બીજી લહેરનું આગમન થઈ ચૂકયું છે. આ જ કારણ છે કે મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગ, કેરળ જેવા રાજ્યોમાં ફરી એકવાર  લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઇ છે. તમામ પ્રકારની ચેતવણીઓ અને કડક કાર્યવાહી હોવા છતાં, લોકો માસ્ક ધારણ કરવા અને શારીરિક અંતરને અનુસરવાના નિયમોનું પાલન કરી રહ્યાં નથી. દરમિયાન, એક મીડિયા રિપોર્ટ અનુસાર, કોરોના યુગમાં લગ્ન અને ભીડ-મેળાવડાની ઘટનાઓનું પરિણામ એ છે કે દેશ ફરી એક વાર લોકડાઉન કરવાની નોબત આવી ચૂકી છે.હાલમાં તો લગ્નના મુહૂર્ત અને હજી વાર છે પરંતુ એપ્રિલ મહિનામાં લગ્નના પાંચ મુહૂર્ત છે, ત્યાર બાદ મે મહિનામાં 11 મુહૂર્ત આવી રહ્યા છે. પરંતુ જો તમે આયોજન કરી રહ્યા હોય તો એક વખત દિલ પર કાબૂ રાખી અને ધામધૂમ કરવાનો વિચાર માંડી વાળવો પડશે.

Wedding Functions: Carnival of Unforgettable Moments Until D-day

ગત વર્ષે કોરોનાએ જ્યારે દેશમાં ધામા નાખ્યા હતા અને ઘણા લગ્નના આયોજનો પર પાણી ફરી વળ્યા હતા એ જ પરિસ્થિતિ હવે ફરીથી ઉભી થવા જઈ રહી છે.નીતી આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો.વી.કે. પોલના જણાવ્યા અનુસાર, વસ્તીનો મોટો હિસ્સો હજી પણ કોરોનાને લઈને ખાસ કરીને ગામડાઓમાં રહેતી મોટી વસ્તી અસુરક્ષિત છે.. રિપોર્ટમાં વરિષ્ઠ સરકારી અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ” આપણે એવા તબક્કે આવીને ઊભા છીએ કે જ્યાં કોઈપણ પ્રકારની અસાવચેતી પાલવે તેમ નથી..”આ માટે આપણે સામૂહિક ઉજવણી ટાળવી જોઈએ કારણ કે તે સુપર સ્પ્રેડીંગ ઇવેન્ટ બની શકે છે. સંકેત સ્પષ્ટ છે કે આવનારા સમયમાં, લગ્નસમારંભ ઉપરાંત આવા મેળાવડાઓ સામે કાયદો કડક કરવામાં આવી શકે છે. જેમાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ લોકોને એકઠા કરવામાં આવે છે.

Noise Pollution Dogs India - Asian News from UK

2021 માં લગ્ન માટેનો શુભ સમય:

વર્તમાન સમયમાં મળમાસ ચાલી રહ્યો છે. તેથી નવરાત્રી સુધી કોઈ શુભ સમય નથી. એટલે કે હવે લગ્નની પ્રક્રિયા ફક્ત એપ્રિલમાં થશે. એપ્રિલમાં લગ્નના પાંચ મુહૂર્ત છે. આ તારીખો 24, 25, 26, 27 અને 30 એપ્રિલ છે. આ પછી, મે મહિનામાં લગ્નના 11 મુહૂર્ત છે. આ તારીખો છે – 2, 4, 7, 8, 21, 22, 23, 24, 26, 29 અને 31 મે.