bharuch fire/ ભરૂચ : અંકલેશ્વર GIDCમાં લાગી ભીષણ આગ, જયંત પેકેજીંગમાં  લાગેલ ભયાનક આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડે હાથ ધર્યા પ્રયાસ

ભરૂચની અંકલેશ્વર GIDCમાં ભીષણ આગ લાગી. આજે વહેલી સવારે જયંત પેકેજીંગ કંપનીમાં આ આગ લાગવાની ઘટના બની. અંકલેશ્વરમાં ત્રણ દિવસની અંદર આગ લાગવાની આ બીજી ઘટના બનવા પામી.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 02 10T113938.454 ભરૂચ : અંકલેશ્વર GIDCમાં લાગી ભીષણ આગ, જયંત પેકેજીંગમાં  લાગેલ ભયાનક આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડે હાથ ધર્યા પ્રયાસ

ભરૂચની અંકલેશ્વર GIDCમાં ભીષણ આગ લાગી. અંકલેશ્વર GIDCમાં આજે વહેલી સવારે જયંત પેકેજીંગ કંપનીમાં આ આગ લાગવાની ઘટના બની. જયંત પેકેજીંગ કંપનીમાં લાગેલ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આગના ધુમાડા જોવા મળી રહ્યા હતા. જયંત પેકેજીંગ કંપનીમાં લાગેલ ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો નાસ-ભાગ કરી રહ્યા હતા. આગના બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પંહોચી. ફાયર ટીમના ફાયટરોએ પાણીનો મારો ચલાવી ભીષણ આગને કાબુ કરવા હાથ ધર્યા પ્રયાસ. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આ બનાવમાં જાનહાનિ થયાના સામાચાર સામે આવ્યા નથી.

અંકલેશ્વર GIDCમાં જયંત પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં ભયાનાક આગ લાગવાની ઘટના બની. કંપનીના ગોડાઉનમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે. કંપનીના ગોડાઉનમાં લાકડા હોવાના કારણે અગમ્ય કારણોસર લાગેલ આગની ચિનગારીએ વિકરાળ સ્વરૂપ લીધું. આગ એટલી ભયાનક હતી કે દૂર પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટા દેખાતા હતા. આગની ઘટનાની જાણ થતા અંકલેશ્વર અને પાનોલી સહિતની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પંહોચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગ લાગવાની ઘટનાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ મામલે વધુ તપાસ થશે.

અંકલેશ્વરમાં ત્રણ દિવસની અંદર આગ લાગવાની આ બીજી ઘટના બનવા પામી. બે દિવસ પહેલા અંકલેશ્વરમાં ગુજરાત ગેસ લાઈનમાં ભંગાણ થતા આગ લાગવાની ઘટના બની હતી. GIDCની એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચેની ગેસ લાઈનમાં આ ભંગાણ થયું હતું. આ ઘટનામાં આગ વધુ વિકરાળ બનતા બાજુમાં આવેલ એક કેબિન પણ આગની લપેટમાં આવતા બળીને ખાખ થઈ ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજા/મારા પરના આરોપો અર્થહીનઃ અમારી છબી ખરડવાનો પ્રયાસ