Political/ આમ આદમી પાર્ટી પર ભાજપે કર્યા આકરા પ્રહાર,ગુજરાતના નાગરિકો આવા નાટકોથી પ્રભાવિત થવાના નથી

ભાજપના મુખ્ય પ્રવકતા યમલભાઇ વ્યાસે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા જે પ્રમાણે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે તેનો પર્દાફાશ થયો છે

Top Stories Gujarat
18 2 આમ આદમી પાર્ટી પર ભાજપે કર્યા આકરા પ્રહાર,ગુજરાતના નાગરિકો આવા નાટકોથી પ્રભાવિત થવાના નથી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે, આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ઇલેકશનમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓએ અમદાવાદની ઓફિસમાં પોલીસે દરોડા પાડ્યા છે  તેની માહિતી આપી હતી એના જવાબમાં અમદાવાદ પોલીસે સવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે કોઇ દરોડા પાડવામાં આવ્યા નથી,આપના સુપ્રીમો અરવિદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે આજે અમદાવાદમાં રિક્ષામાં બેસીને ડ્રાઇવરના ત્યાં જમવા જતા સુરક્ષા મામલે કેજરીવાલ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ હતી, હવે આ મુદ્દે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વયાસે કડી પ્રતિક્રિયા આપીને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યો  હતા.

ઉલ્લેખનીય છે કે ભાજપના મુખ્ય પ્રવકતા યમલભાઇ વ્યાસે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા જે પ્રમાણે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે તેનો પર્દાફાશ થયો છે,ત્યારબાદ લોકોનનું ધ્યાન બીજી બાજુ  ખેચવવા માટે રિક્ષામાં બેસીને  જે હથકડા અપનાવી રહ્યા છે તે ગુજરાતમાં ચાલશે નહી અહીના નાગરિકો આવા નાટકોથી પ્રભાવિત થશે નહી અને તેમને કોઇ લાભ થશે નહી.