T20WC2024/ બુમરાએ રિઝવાનની ઝડપેલી વિકેટ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ

T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચ ખૂબ જ રોમાંચક હતી, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હતી. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં ભારતે તેના મજબૂત બોલરોના કારણે લો સ્કોરિંગ મેચમાં પાકિસ્તાન પાસેથી જીત છીનવી લીધી હતી.

Breaking News Trending Sports
Beginners guide to 2024 06 10T113836.568 બુમરાએ રિઝવાનની ઝડપેલી વિકેટ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ

T20WC2024:  T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચ ખૂબ જ રોમાંચક હતી, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હતી. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં ભારતે તેના મજબૂત બોલરોના કારણે લો સ્કોરિંગ મેચમાં પાકિસ્તાન પાસેથી જીત છીનવી લીધી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ શાનદાર મેચમાં બૂમ-બૂમ બુમરાએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે મોહમ્મદ રિઝવાનને આઉટ કરીને ભારતને મેચમાં પરત લાવ્યું હતું.

રિઝવાનની વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ 

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી શાનદાર મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. 15મી ઓવરમાં બોલિંગ શરૂ કરતા બુમરાહે પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને આઉટ કર્યો હતો. તેનો ઇનસ્વિંગર બોલ સીધો સ્ટમ્પ પર વાગ્યો અને રિઝવાન કંઈ કરી શક્યો નહીં. વાસ્તવમાં બુમરાહે તેની બીજી વિકેટ મોહમ્મદ રિઝવાનના રૂપમાં મેળવી હતી. રિઝવાને ક્રિઝની બહાર આવીને રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટને સ્પર્શ્યા વિના સ્ટમ્પ સાથે અથડાઈ ગયો. 31 રન બનાવનાર રિઝવાનને 44 બોલનો સામનો કર્યો હતો.

રિઝવાન સેટ બેટ્સમેન હતો, જે પાકિસ્તાનને જીત તરફ દોરી રહ્યો હતો. રિઝવાનની વિકેટ પડવી તે ખૂબ જ જરૂરી હતું. જો રિઝવાન ઊભો રહ્યો હોત તો તે પાકિસ્તાન  આસાનીથી મેચ જીતી ગયું હોત. રિઝવાનની વિકેટ બાદ પાકિસ્તાનની ટીમ ફંગોળાઈ ગઈ અને પછી ટીમે એક પછી એક બાકીની વિકેટો ગુમાવી દીધી. બુમરાના આગમન પહેલા પાકિસ્તાનનો સ્કોર 3 વિકેટે 80 રન હતો અને અહીંથી તેને 6 ઓવરમાં જીતવા માટે માત્ર 40 રનની જરૂર હતી. પરંતુ બુમરાહના એક બોલે ટેબલ ફેરવી નાખ્યું.

બુમરાના આ બોલે ટીમ ઈન્ડિયાને મેચમાં વાપસી કરી હતી. રિઝવાનની વિકેટના કારણે પાકિસ્તાનની ટીમ સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગઈ હતી. રિઝવાન ટીમનો ભરોસાપાત્ર ખેલાડી છે અને તેનું આઉટ થવું ટીમની હારનું સૌથી મોટું કારણ હતું. આ પછી જસપ્રીત બુમરાહે 18.5મી ઓવરમાં ઈફ્તિખાર અહેમદના રૂપમાં પોતાની ત્રીજી વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાક સામે વિજયના ફક્ત 8 ટકા જ ચાન્સવાળી મેચ ભારતે જીતી

આ પણ વાંચો: બુમરા-હાર્દિક સામે ઘૂંટણિયે પડ્યું પાક., સળંગ બીજો પરાજય

આ પણ વાંચો: ભારત પાક. સામે 119 રનમાં ઓલઆઉટ, નસીમ-અમીરની 3-3 વિકેટ

આ પણ વાંચો: ભારત પાક. સામે 119 રનમાં ઓલઆઉટ, નસીમ-અમીરની 3-3 વિકેટ