ટિકટોક પર રોજિંદાની જેમ, આજે એક વિડીયો વધુને વધુ વાયરલ થઈ રહી છે, જેને જોઈને તમે તમારી હસીને રોકી નહી શકો. તમે વાનરને ઘણી વાર વ્યક્તિને પજવતા જોયા હશે. પરંતુ અહીં એક વ્યક્તિએ વાંદરાનાં નાકમાં દમ કરી દીધુ છે. તે પછી, વાંદરાએ એવો બદલો લીધો, જે જોઇને તમે હસી પડશો. આ વિડીયો ટિકટોક પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ વાંદરાને જોયા પછી બારી બંધ કરે છે. વાંદરો બારીની નજીક આવે છે અને બેસે છે. માણસ બારી બંધ કરીને તેને ચીડાવવા લાગે છે. તે જીભથી ચીડાવવાનું શરૂ કરે છે. વાંદરો કાચ પર ચિપકાઇ જાય છે અને વ્યક્તિને નજીક બોલાવે છે અને પછી તેને કાચની પાછળથી કરડવાનો પ્રયત્ન કરે છે. આ ફની વિડીયો ટિકટોક પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
@amarthakur9645
આ વિડીયોને અત્યાર સુધીમાં 11 મિલિયન વખત જોવાયો છે. તેમજ 6 લાખથી વધુ લાઈક્સ અને 2 હજાર કોમેન્ટ્સ આવી છે. લોકોને વાંદરાની પ્રતિક્રિયા ખૂબ પસંદ આવી રહી છે. એક યુઝર્સે લખ્યું, ‘સારું થયુ, બારી બંધ હતી, નહીં તો આજે આ માણસને મર્યો જ હતો.‘
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.