જામનગર/ વાયબ્રન્ટ ગુજરાતના 20  વર્ષ પૂર્ણ, જામનગર કોર્પોરેશને કર્યું રન ફોર ફનનું આયોજન

@સાગર સંઘાણી   જામનગર કોર્પોરેશન દ્વારા વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને 20 વર્ષ પૂર્ણ થતાં હોય સમગ્ર રાજયમાં અનેકવિધ આયોજનો થાય છે ત્યારે જામનગરમાં પણ 5, 10 અને 20 કિ.મી.ની હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. 1618 ઓનલાઇન એન્ટ્રીઓ કરવામાં આવી, સવારે ૬ વાગ્યે રણમલ તળાવની પાળે એન્ટ્રી નિઃશુલ્ક આપવામાં આવી અને દોડના રૂટ પર સ્પર્ધકો માટે […]

Gujarat
આયોજન

@સાગર સંઘાણી  

જામનગર કોર્પોરેશન દ્વારા વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને 20 વર્ષ પૂર્ણ થતાં હોય સમગ્ર રાજયમાં અનેકવિધ આયોજનો થાય છે ત્યારે જામનગરમાં પણ 5, 10 અને 20 કિ.મી.ની હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. 1618 ઓનલાઇન એન્ટ્રીઓ કરવામાં આવી, સવારે ૬ વાગ્યે રણમલ તળાવની પાળે એન્ટ્રી નિઃશુલ્ક આપવામાં આવી અને દોડના રૂટ પર સ્પર્ધકો માટે પાણી અને મેડીકલ  ટીમની વ્યવસ્થા કરવામાં આવી અને પ્રથમ 200 એન્ટ્રી નોંધાવનારને આકર્ષક ટી-શર્ટ આપવામાં આવી. ધારાસભ્ય દિવ્યેશ અકબરી,મનપા કમિશનર, મેયર,ચેરમેન, તેમજ મનપાના અધિકારી પદાધિકારીઓ હાજર રહ્યા.

કોર્પોરેશન દ્વારા 5 કિ.મી.ની દોડ, 10 અને 20 કિ.મી.ની દોડ શરૂ મહાનુભાવો ના હસ્તે લીલીઝંડી આપી શરૂ કરવામાં આવી,ખાસ કરીને 20 કિ.મી.ની દોડને  તળાવની પાળ ગેઇટ નં.1 થી સ્પોર્ટસ કોમ્પલેક્ષ થઇ ટાઉનહોલને ચકકર મારી – ગૌરવ પથ પર લાલ બંગલા સર્કલ થઇ – શરૂ સેકશન રોડ, બેડેશ્વર ઓવરબ્રિજ-ક્રોસ કરી વાલસુરા નેવી મથક અને ત્યાંથી આ રૂટ પરત રાખવામાં આવ્યું. આ તમામ દોડ તળાવની પાળ ગેઇટ નં. 1 થી. શરૂ કરવામાં આવી. આ દોડમાં નેવીના જવાનો,પોલીસની ટીમો,અને મનપાના પદાધિકારીઓ પણ આ દોડમાં ભાગ લીધો.તેમજ આ દોડમાં 2000 થી વધુ શેહરિજનોએઆ દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો,આમ સ્પર્ધકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: