Not Set/ તહેવારો પહેલા કેન્દ્રની ચેતવણી, કોરોના ગાઇડલાઇન કરી જાહેર

દેશમાં દિવાળીનો તહેવાર સૌથી મોટા ગણાય છે.દિવાળીનાં તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ છે.લોકોએ દિવાળીની ખરીદી ચાલુ કરી દીધી છે.બજારોમાં લોકોની ભીડનાં દ્રશ્યો સર્જાયા છે.

India
તહેવારો

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તહેવારો માં માર્કેટમાં થતી ભીડને લઇને કોરોના સંક્રમણ ફેલાવવાનું જોખમ પણ રહેલું છે.ત્યારે સંક્રમણ ન ફેલાય તે  માટે  કેન્દ્ર સરકારે દરેક રાજ્યને એલર્ટ કર્યા છે, અને નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો :PM મોદીએ કહ્યું – રસીકરણ અભિયાન એક મોટી સફળતા, દેશ નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસ રોગચાળાને પગલે લોકો આગામી તહેવારો સુરક્ષિત અને સલામત રીતે ઉજવે તે જોવા જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે  શનિવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 કેસની સંખ્યાને લઈને ગયા મહિને જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

દેશમાં દિવાળીનો તહેવાર સૌથી મોટા ગણાય છે.દિવાળીનાં તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ છે.લોકોએ દિવાળીની ખરીદી ચાલુ કરી દીધી છે.બજારોમાં લોકોની ભીડનાં દ્રશ્યો સર્જાયા છે.ત્યારે કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે.જેને ધ્યાને લઈને  કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તહેવારોમાં સાવચેતી રાખવા જણાવ્યુ,કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છેઅને તહેવારોમાં સાવચેતી રાખવા અને સાવધાની રાખી સલામત રીતે ઉજવણી કરવા જણાવ્યુ છે.

ભૂષણે પત્રમાં લખ્યુ કે, પ્રતિબંધિત વિસ્તારો અને જિલ્લાઓ તરીકે ઓળખાતા વિસ્તારોમાં કોઈપણ 5% થી વધુ સંક્રમણ દર વાળા જિલ્લાઓમાં સામૂહિક આયોજન માટે પરવાનગી આપવી જોઈએ નહીં. આ ઉપરાંત, રાજ્ય સરકારોએ તહેવારો દરમિયાન સાવચેતી રાખવી અને જરૂરી સૂચનાઓ અગાઉથી જ જારી કરવી જોઈએ, કોવિડ નિયમ ઉલ્લંઘનના કિસ્સામાં દંડનીય કાર્યવાહી કરવી જોઇએ.

આ પણ વાંચો :જો શાહરૂખ ખાન ભાજપમાં જોડાશે તો ડ્રગ્સ સુગર પાવડર બની જશે : છગન ભુજબલ

દરેક રાજ્યોનાં જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી સ્થાનિક મામલાઓની સંખ્યા પર ચાંપતી નજર રાખે, જેથી કરીને પરિસ્થિતિ પર કાબૂ રાખી શકાય. સ્વાસ્થ્યમંત્રાલય અને ગૃહ મંત્રાલય દ્વારા સમય સમય પર જાહેર કરેલ નિર્દેશનુ આકરૂ પાલન થાય તે ખુબ જરૂરી છે.જેને લઈને કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવી શકાય.

આ પણ વાંચો :પૂંછમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેદ, બે પોલીસકર્મીઓ અને સેનાનો એક જવાન ઘાયલ

આ પણ વાંચો :આતંકવાદીઓએ CRPF પર હુમલો કર્યો, ક્રોસ ફાયરિંગમાં નાગરિકનું મોત

આ પણ વાંચો :ભારત-પાકિસ્તાન ટી 20 મેચ રાષ્ટ્રવાદની વિરુદ્ધ – યોગ ગુરુ રામદેવ