Gujarat rainforecast/ ખેડૂતોને હાશકારોઃ વરસાદના પુનરાગમનનો ધમધમાટ શરૂ થયો, વાતાવરણ બદલાયું

ખેડૂતોના હૈયે ટાઢક વળે તેવા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે વરસાદની સિસ્ટમ રચાઈ હોવાની આગાહી કરવામાં આવી છે. આના પગલે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ પડશે તેમ માનવામાં આવે છે.

Top Stories Gujarat
Gujarat rainforecast ખેડૂતોને હાશકારોઃ વરસાદના પુનરાગમનનો ધમધમાટ શરૂ થયો, વાતાવરણ બદલાયું

ગાંધીનગરઃ ખેડૂતોના હૈયે ટાઢક વળે તેવા સમાચાર Gujarat Rainforecast આવ્યા છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે વરસાદની સિસ્ટમ રચાઈ હોવાની આગાહી કરવામાં આવી છે. આના પગલે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ પડશે તેમ માનવામાં આવે છે.

સમગ્ર ગુજરાતમાં તેના પગલે હળવાથી મધ્યમ વરસાદ પડશે તેમ મનાય છે. આનું જાણે પ્રતિબિંબ પાડતા હોય તેમ વાતાવરણમાં પલ્ટો આવવાનો પ્રારંભ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગરહવેલીમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના પોરબંદર અને ગીરસોમનાથમાં પણ વરસાદની આગાહી છે. આ સિવાય અમરેલી, દીવ Gujarat Rainforecast અને રાજકોટમાં સામાન્ય વરસાદ રહેશે. જામનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.

ઉત્તર ગુજરાતમાં સાત સપ્ટેમ્બરથી વરસાદની ગતિ વધશે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં પણ વરસાદની આગાહી છે. જ્યારે મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં આઠમી સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડશે તેમ કહેવાયું છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીઝનના 100 ટકાથી Gujarat Rainforecast વધુ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 60 ટકા, મધ્ય ગુજરાતમાં 70 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 85 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 80 ટકા વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં 70થી 80 ટકા પાણી છે. તેથી વરસાદના આગામી રાઉન્ડમાં સીઝનની 100 ટકાની સરેરાશ પૂરી થઈ જાય તેમ માનવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ નિર્ણય/ અયોધ્યામાં મંદિર મ્યુઝિયમ બનશે, PMOની બેઠકમાં લેવાયો નિર્ણય,જાણો આ પ્રોજેકટ કેટલો ખાસ!

આ પણ વાંચોઃ Asia Cup/ રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 2 રને હરાવીને શ્રીલંકાએ સુપર-4માં કર્યો પ્રવેશ,અફઘાનિસ્તાન બહાર

આ પણ વાંચોઃ Additional Charge/ ગુજરાતના બે IPS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો,જાણો વિગત

આ પણ વાંચોઃ બદલી/ અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત જુનાગઢના DYSPની બદલી

આ પણ વાંચોઃ કટાક્ષ/ જયરામ રમેશે કહ્યું મોદી સરકાર મૂંઝવણમાં,20મી આસિયાન-ઇન્ડિયા સમિટમાં ભારતના વડાપ્રધાન!