અમદાવાદ/ કોંગ્રેસના નેતા અપૂર્વ પટેલની મુશ્કેલીઓમાં થયો વધારો, લીડર સહિત ૩ લોકો સામે નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ

અમદાવાદના ખોખરા વોર્ડમાં કોંગ્રેસની ટિકિટ પર કોર્પોરેશનની ચૂંટણી લડી ચુકેલા અપૂર્વ પટેલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

Ahmedabad Gujarat
A 199 કોંગ્રેસના નેતા અપૂર્વ પટેલની મુશ્કેલીઓમાં થયો વધારો, લીડર સહિત ૩ લોકો સામે નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ

અમદાવાદના ખોખરા વોર્ડમાં કોંગ્રેસની ટિકિટ પર કોર્પોરેશનની ચૂંટણી લડી ચુકેલા અપૂર્વ પટેલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર શહેરી આરોગ્ય કેન્દ્રમાં અર્બન સુપરવાઈઝરને હેરાન કરવાનો આરોપ છે. મહિલા સુપરવાઇઝરે ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ ખોખરા મસ્ટર સેન્ટરના મુકદમ જગદીશ સોસોઢા અને તેમના પુત્ર પુત્ર અર્જુન સોઢા સામે પણ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો :સાવલીના પીલોલ ગામે પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત

મળતી માહિતી મુજબ, મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, અપૂર્વ પટેલે ડોક્ટર ભાવિન સોલંકી ઉપર દબાણ કર્યું હતું અને તેનું ટ્રાન્સફર ઓર્ડર પાસ કરાવ્યો હતો. તે જ સમયે, જગદીશ સોઢાએ પણ 80 થી વધુ લોકોને મોકલ્યા અને તેમના પર હુમલો કર્યો. તેમનો દીકરાને નોકરી પર આવતો ન હોવા છતાં પણ તેની હાજરી ભરવા માટે દબાણ કરતા હતા.

આપને જણાવી દઈએ કે, આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ચૂંટણીમાં ખોખરા વોર્ડમાં કોંગ્રેસ તરફથી ઉભા રહેલા અને હારેલા ઉમેદવાર અપૂર્વ પટેલ સામે આક્ષેપ કર્યો છે કે અપૂર્વ પટેલે તેમના ફેસબુક આઈડી પર જાણી જોઈ તેઓ અનુસૂચિત જાતિની મહિલા હોય અને અમારા વિરુદ્ધ ખરાબ અને અપમાનજનક લખાણ લખી ફોટો, તેમજ એક જૂનો વીડિયો વાયરલ કર્યો હતો.

આ પણ વાંચો : ઘરકંકાસમાં વહુએ સાસુ પર ફેંક્યો સળગતો પ્રાઈમસ, થયું મોત

આ અંગે તેમણે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે, કોંગ્રેસના અગ્રણી અપૂર્વ પટેલ સહિતના નેતાઓ ખોખરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમની પાસે માફી માંગી હતી. જે બાદ મામલો થાળે પાડ્યો છે. જો કે આ પછી અર્જુન સોઢાએ તેને અપૂર્વ પટેલના નામની ધમકી આપી હતી. અપૂર્વ પટેલે તેમના નામે ફેક ફેસબુક આઈડી બનાવીને તેની વિરુદ્ધ એક ઝુંબેશ પણ શરૂ કરી હતી.

આ અંગે ખોખર પોલીસ મથકના પીઆઈ વાય.એસ. ગામિતે કહ્યું કે સ્ત્રી કંટાળી ગઈ અને ઝેર પીધું હતું. તેની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. હાલ તેની હાલત સ્થિર છે. તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેણે અપૂર્વ પટેલ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હાલ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :પરીક્ષા ટાણે જ AMTS, BRTS બંધ કરતા વિદ્યાર્થીઓ અને લોકોમાં રોષ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…