અમલીકરણ/ કોરોનાની નવી માર્ગદર્શિકા 1 થી 30 એપ્રિલ સુધી અમલી, જાણો શું રહેશે બંધ અને ખુલ્લુ

ગૃહ મંત્રાલયે કોરોનાના વધતા જતા કેસો અંગે અસરકારક નિયંત્રણ માટેની માર્ગદર્શિકા જારી કરી છે જે 1 એપ્રિલ 2021 થી લાગુ થશે અને 30 એપ્રિલ, 2021 સુધી અમલમાં રહેશે. આ માર્ગદર્શિકા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દેશના તમામ ભાગોમાં

Top Stories India
new guideline2 કોરોનાની નવી માર્ગદર્શિકા 1 થી 30 એપ્રિલ સુધી અમલી, જાણો શું રહેશે બંધ અને ખુલ્લુ

ગૃહ મંત્રાલયે કોરોનાના વધતા જતા કેસો અંગે અસરકારક નિયંત્રણ માટેની નવી માર્ગદર્શિકા જારી કરી છે જે 1 એપ્રિલ 2021 થી લાગુ થશે અને 30 એપ્રિલ, 2021 સુધી અમલમાં રહેશે. આ માર્ગદર્શિકા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દેશના તમામ ભાગોમાં ટેસ્ટ, ટ્રેકિંગ અને ટ્રીટ પ્રોટોકોલનો કડક અમલ કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે .

નવી માર્ગદર્શિકા હેઠળ, રાજ્યો તેમના મૂલ્યાંકનના આધારે સ્થાનિક રૂપે પ્રતિબંધ લાવી શકે છે, પરંતુ કોવિડ કન્ટેનમેન્ટ ઝોનની બહાર કોઈ પ્રવૃત્તિ પર પ્રતિબંધ લાદવામાં આવશે નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે આરટી-પીસીઆર પરીક્ષણોનું પ્રમાણ ઓછું હોય તેવા રાજ્યોમાં ઝડપથી વધારો કરી 70 ટકા કે તેથી વધુ કરી દેવા જોઈએ.

સઘન પરીક્ષણના પરિણામે મળેલા નવા કોરોનાના પોઝિટિવ કેસોને વહેલી તકે સંયમિત કરવાની અને સમયસર સારવાર પૂરી પાડવાની જરૂર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના પોઝિટિવ કેસો અને તેમના સંપર્કોની શોધના આધારે, જિલ્લા અધિકારીઓએ કન્ટેન્ટ ઝોનને ચિહ્નિત કરવા અને વેબસાઇટ પર તેમને જાણ કરવી પડશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…