કચ્છ/ રવિપાકના વાવેતરમાં નોંધાયો ઘટાડો, ઠંડી મોડી પડતા ખેડૂતોની વધી મુશ્કેલી

કચ્છ જિલ્લામાં રવિપાકનું વાવેતર 1 લાખ ૫૫ હજાર હેકટર પહોંચ્યું કચ્છમાં ગત વર્ષની સરખામણીએ આ વખતે રવિપાક ના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.

Gujarat Others
કચ્છ

કચ્છ જિલ્લામાં રવિપાકનું વાવેતર માત્ર 20.46 ટકા જ થયું છે. જેમાં રાપર તાલુકામાં સૌથી વધુ વાવેતર થયું છે. 1 લાખ 40 હજાર 129 ખેડલાયક જમીનમાંથી 69 હજાર 335 હેકટરમાં વાવણી થઈ છે.ત્યારબાદ અંજારમાં 71 હજાર 420 હેકટરમાંથી માત્ર 13 હજાર 140 હેકટરમાં જ વાવેતર થયું છે.જ્યારે  સૌથી ઓછુ ગાંધીધામમાં ખેડલાયક 5141 હેકટર જમીનમાંથી માત્ર 300 હેકટરમાં જ વાવણી થઈ છે. કચ્છ જિલ્લામાં ખેડલાયક જમીન 7 લાખ 53 હજાર 907 હેકટર છે, જેમાંથી 1 લાખ 55 હજાર 385 હેકટરમાં જ હજુ સુધી રવિપાકનું વાવેતર થયું છે. જે 20.46 ટકા જેટલી થાય છે. આમ ચાર આનીએ પણ પહોંચ્યું નથી,

જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, રાપર તાલુકાના ગામડાઓમાં સૌથી વધુ 1 લાખ 40 હજાર 129 ખેડલાયક જમીનમાંથી 69 હજાર 335 હેકટરમાં વાવણી થઈ છે.ત્યારબાદ અંજાર તાલુકાના ગામડાઓમાં ખેડ લાયક 71 હજાર 420 હેકટરમાંથી માત્ર 13 હજાર 140 હેકટરમાં જ વાવેતર થયું છે. જ્યારે  સૌથી ઓછું ગાંધીધામ તાલુકામાં ખેડલાયક 5141 હેકટર જમીનમાંથી માત્ર 300 હેકટરમાં જ વાવણી થઈ છે. જે 5.82 ટકા કહેવાય. એવી જ રીતે મુન્દ્રા તાલુકામાં ખેડલાયક 49270 હેકટર જમીનમાંથી માત્ર 3747 હેકટરમાં જ વાવણી થઈ છે.

જિલ્લામાં સૌથી વધારે જીરાના પાકનો વાવતેર થયું છે જિલ્લામાં 43 હજાર હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે ઘઉંનો 31 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે રાઈના પાકનું 30 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે આમ જિલ્લામાં કુલ ત્રણ પાકનું વાવતેર હજુ સુંધી થયું છે.

હાલ ઠંડીની ઋતુ ચાલી રહી છે આ વખતે ઠંડી પણ મોડી પડતા ખેડૂતોને પણ રવિપાકમાં મુશ્કેલી પડી રહી છે. હાલ ઠંડી એ જોડ પકડ્યું છે પણ વાવેતરના સમય જ ઠંડી ના પડતા ખેડૂતો દ્વારા વાવેતર ઓછું કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લામાં ખેડલાયક જમીન 7 લાખ 53 હજાર 907 હેકટર છે, જેમાંથી 1 લાખ 55 હજાર 389 હેકટરમાં જ હજુ સુધી રવિપાક નું વાવેતર થયું છે. જે 20.46 ટકા જેટલી થાય છે.આ મગત વર્ષ કરતાં આ વર્ષે વાવેતર ખૂબ ઓછું થયું છે. ઠંડીએ જોર પકડ્યું છે ઘંઉ પાકનું વાવેતર હજુ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:સાચા અર્થમાં માતાઓની સમસ્યાઓનું કરે છે નિવારણ. ‘જનની’, સંતાનોને સમજવાનો નોખો કાર્યક્રમ

આ પણ વાંચો:ઉત્તરાયણને લઈ સુરત પોલીસ એક્શનમાં,ચાઈનીઝ દોરી વેચતા ઈસમો સામે કાર્યવાહી

આ પણ વાંચો:આમા ભણશે ક્યાંથી ગુજરાતઃ શાળામાં શિક્ષકોની ઘટ, શિક્ષકો છે ત્યાં પગારના ઠેકાણા નથી