Not Set/ કપૂરની ડિમાન્ડમાં 50 ટકાનો વધારો, અગાઉ 500 રૂપિયે મળતા કપૂરની કિંમત 1100ને પાર

કાર હેન્ગિંગ અને કપૂર મશીન ખરીદતા લોકોમાં વધારો થયો છે. કોરોના સમય દરમિયાન માંગ વધી છે. 2020-21માં રુ. અઢી લાખના કપૂરનું વેચાણ થયું છે.

Trending Business
કપૂર 2 કપૂરની ડિમાન્ડમાં 50 ટકાનો વધારો, અગાઉ 500 રૂપિયે મળતા કપૂરની કિંમત 1100ને પાર

એન્કર- સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવનાર કોરોના વાયરસે લોકોને હવે દવાની સાથે આયુર્વેદિક પ્રોડક્ટસ યુઝ કરતા કરી દીધા છે.  તેમાં કપૂર અને તેમાંથી તૈયાર થતા પ્રોડેક્ટ્સમાં પણ વિવિધતા જોવા મળી.  પરિણામે કપૂરની માગમાં વધારો જોવા મળ્યો છે.

કપૂર કપૂરની ડિમાન્ડમાં 50 ટકાનો વધારો, અગાઉ 500 રૂપિયે મળતા કપૂરની કિંમત 1100ને પાર

  • કપૂર ફ્રેગ્રેન્સની અગરબત્તી અને ધૂપનો ઉપયોગ વધ્યો
  • ઘર, ઓફિસ, કારમાં પણ એર ફ્રેસનર તરીકે ઉપયોગ વધ્યો
  • કપૂર સાબુ, કપૂર કોન જેવી પ્રોડક્ટ પણ વધી

કોરોના કાળ પહેલા કપૂરની ગોળીઓનો વપરાશ લોકો પૂજા કે પ્રસંગો દરમિયાન કરતા હતા.  પરંતુ હવે કપૂરની વિવિધ પ્રોડક્ટ્સ માર્કેટમાં આવી છે. અને લોકો તેનો ઉપયોગ કરતા થયા છે. લોકો કપૂરની પોટલી બનાવીને પોતાના ખિસ્સામાં તો મૂકે જ છે. સાથેજ કારમાં કપૂર કોન અને ઘરમાં કપૂર ડિફ્યુઝરનો પણ ઉપયોગ વધ્યો છે. કપૂર ફ્રેગ્રેન્સની અગરબત્તી અને ધૂપનો પણ લોકો ઉપયોગ કરી રહ્યા છે.

કપૂર 3 કપૂરની ડિમાન્ડમાં 50 ટકાનો વધારો, અગાઉ 500 રૂપિયે મળતા કપૂરની કિંમત 1100ને પાર

2019-20ની સરખામણીએ 2020-21માં 2-2.5 લાખના કપૂરનું વેચાણ થયું છે.  કાર હેન્ગિંગ અને કપૂર મશીન ખરીદતા લોકોમાં વધારો થયો છે. કપૂરની ડિમાન્ડ કોરોના સમય દરમિયાન વધી છે. 2018-19ની સરખામણીએ 2020-21માં કપૂરની માગમાં દસ ગણો વધારો થયો છે. એક સમયે કપૂરનો કિલોનો ભાવ રૂ.૫૦૦-૫૫૦ હતો જે અત્યારે વધીને 1100ને પાર પહોંચ્યો છે. સાથેજ અન્ય રાજ્યમાંથી મંગાવવામાં આવતા કપૂરની માગમાં પણ 50%નો વધારો થયો છે.

લોકો ડરના કારણે મોંઘાભાવનું કપૂર ખરીદી તો રહ્યા છે. પરંતુ હાલ લોકો જે કપૂરનો ઉપયોગ કરી કહ્યા છે તે પ્રાકૃતિક નહીં પરંતુ સિન્થેટિક કપૂર છે. જે સ્ટ્રોંગ હોવાથી શરદી હોય ત્યારે બ્રિધિંગ માટે સારું લાગે છે.  પરંતુ સતત ઘરમાં, કારમાં કે ઓફિસમાં દરેક જગ્યાએ કપૂર કે તેની પ્રોડક્ટ્સનો વધારે પડતો ઉપયોગ હિતાવહ નથી. ક્યારેક વધારે કપૂર સુંઘવાથી વ્યક્તિને તકલીફ પણ થઈ શકે છે.

કપૂર 1 કપૂરની ડિમાન્ડમાં 50 ટકાનો વધારો, અગાઉ 500 રૂપિયે મળતા કપૂરની કિંમત 1100ને પાર

2020-21 વર્ષે 2 લાખના કપૂરનું વેચાણ થયું

અગાઉ પૂજાની કિટમાં કે હવનમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવતો હતો. કપૂર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. લોકો આ પ્રકારના નુસખા અજમાવતા કપૂરની માગમાં વધારો થયો છે. 2019-20ની સરખામણીએ 2020-21માં 2-2.5 લાખના કપૂરનું વેચાણ થયું છે. કાર હેન્ગિંગ અને કપૂર મશીન ખરીદતા લોકોમાં વધારો જોવા મળ્યો છે. કપૂરની ડિમાન્ડ કોરોના સમય દરમિયાન વધી છે. 2018-19ની સરખામણીએ 2020-21માં કપૂર કે જે અન્ય રાજ્યમાંથી મંગાવવામાં આવે છે તેમાં 50%નો વધારો થયો છે. તેમજ કપૂરનો સાબુ, કપૂર ધૂપ, અગરબત્તી અને કપૂર કોન જેવી નવી પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં જોવા મળી છે.