Gujarat surat/ સુરતમાં આઠ દિવસ પહેલા નોકરી પર લાગેલા યુવાનને કાળ ભરખી ગયો

સુરત શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે ફરી એક વખત બમરોલી સોસીયો સર્કલ ખાતે બની હતી જ્યોતિ ક્રાફ્ટ નામના કારખાનામાં એર કમ્પ્રેસર મશીનનું ફીટીંગ ચાલી રહ્યું હતું

Gujarat Surat
YouTube Thumbnail 15 1 સુરતમાં આઠ દિવસ પહેલા નોકરી પર લાગેલા યુવાનને કાળ ભરખી ગયો

@દિવ્યેશ પરમાર 

Surat News:સુરતમાં આઠ દિવસ પહેલા નોકરી પર લાગેલા કર્મચારીને કમ્પ્રેસરનો પાઇપ ફાટી જતા મોત થયું હતું સોસીયો સર્કલ પર આવેલી જ્યોતિ ક્રાફ્ટ નામની કંપનીમાં એર કમ્પ્રેસર ફીટ કરાતું હતું તે દરમિયાન અચાનક જ કમ્પ્રેસરનો ફાટી જતા દુર્ઘટના સર્જાય હતી.

સુરત શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે ફરી એક વખત બમરોલી સોસીયો સર્કલ ખાતે બની હતી જ્યોતિ ક્રાફ્ટ નામના કારખાનામાં એર કમ્પ્રેસર મશીનનું ફીટીંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ એર કમ્પ્રેસર મશીનની ટાંકીનો પાઈપ ફાટી ગયો હતો એર ટાંકીનો પાઇપ ફાટી જતા અચાનક જ ટાંકી ઉછળી ક્યાં કામ કરતા 19 વર્ષીય જેઠારામ પર પડી હતી ખૂબ જ વજની એવી ટાંકી જેઠારામ પર પડતા ગંભીર રીતે જેઠારામ ઇજાગ્રસ્ત થયો હતો.

ઘટના બનતા તાત્કાલિક જ તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે તમે ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું જેઠારામ આ કંપનીની અંદર માત્ર આઠ દિવસ પહેલા જ નોકરી પર લાગ્યો હતો જેઠા રામનો ભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આ કંપનીમાં નોકરી કરતો હતો. જેથી જેઠારામ ને પણ તેમણે જ નોકરી પર લગાવ્યો હતો.

એર કમ્પ્રેસન મશીનનું ફીટીંગ કામ ચાલતું હતું તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો ઘટના બની ત્યારે કારખાના માલિક બહાર હતો અને ત્રણ જેટલા કર્મચારીઓ કારખાના પર હાજર હતા ઘટનાની જાણ થતા તાત્કાલિક જ કારખાના નો માલિક હોસ્પિટલ એ દોડી આવ્યો હતો તેમણે આ ઘટના પાછળ એર કમ્પ્રેસર મશીન ફીટ કરવા આવનાર વ્યક્તિને જવાબદાર ગણાવ્યો હતો. એર કમ્પ્રેસિંગ મશીન ફિટિંગમાં બેદરકારી રાખવા બદલ આ યુવાનો મોત થયા હોવાના આક્ષેપ પણ તેમને કર્યા હતા. ઘટનાને પગલે જેઠા રામના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે આ ઘટના બનતા ખટોદરા પોલીસે લાશ ને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં આઠ દિવસ પહેલા નોકરી પર લાગેલા યુવાનને કાળ ભરખી ગયો


આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ