રાજકીય/ રાજ્યમાં ચૂંટણી નિશ્ચિત સમય જ યોજાશે :સી આર પાટીલ

આજ રોજ એક પત્રકાર પરીષદમાં ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નિશ્ચિત સમય જ યોજાશેઆજ રોજ એક પત્રકાર પરીષદમાં ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નિશ્ચિત સમય જ યોજાશે

Gujarat Others
વિધાનસભા ચૂંટણી રાજ્યમાં ચૂંટણી નિશ્ચિત સમય જ યોજાશે :સી આર પાટીલ

દેશમાં ચૂંટણીની મોસમ જામેલી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીની તોયારીઓ ચાલી રહી છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખનું મહત્વનું નિવેદન આવ્યું છે. ગતરોજ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક યોજાઈ હતી. ત્યારે આજ રોજ એક પત્રકાર પરીષદમાં ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નિશ્ચિત સમય જ યોજાશે. અને વિધાનસભા ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગઇકાલે રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક યોજાઈ હતી. જેમાં અલગ અલગ ક્ષેત્રના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સેવા ને સમર્પણના ભાવ સાથે કાર્ય કરતી પાર્ટી માટે લોકોમાં વિશ્વાસ ઉભો થયો છે. અન્ય પણ ઘણા મુદ્દા ઉપર ચર્ચા થઇ છે. અનેક સૂચનો ઉપર પણ ચર્ચા થઇ છે. અનેક યોજનાઓની માહિતી આપવામા આવી છે. અનેક કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જે રાજ્યમાં ભાજપની સરકાર નથી ત્યા પણ કાર્યકર્તાઓ કમર કસીને સરકાર બનાવા પ્રયત્ન કરશે.

અલ્પેશ ઠાકોર ના શક્તિ પ્રદર્શન મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, અલ્પેશે પહેલા જ મને આમંત્રણ આપ્યું હતું. અલ્પેશ ઠાકોરને એક લાખ લોકો સાથે રેલી કાઢવી હતી. પરંતુ કોરોના ને કારણે તે શક્ય બન્યું નથી. અને હું અલ્પેશ ઠાકોરની રેલીને પોઝીટીવલી જોઈ રહ્યો છું. ભાજપને અલ્પેશ ઠાકોર ઉપયોગી થયા છે. તેમણે તેમની હજુ પણ સ્ટ્રેન્થ વધારવી જોઇએ.

ક્રુઝ ડ્રગ્સ કેસ / વાનખેડેના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કોર્ટે નવાબ મલિકને કહ્યું,…

મુંબઈ / અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી, જાણો કેમ ?

ભ્રષ્ટાચાર / રાફેલ ડીલમાં નવો ખુલાસોઃ વચેટિયાઓને કરોડોની લાંચ, ફ્રેન્ચ અખબારનો દાવો

પંઢરપુરને કેન્દ્રની ભેટ / PM મોદીએ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો, ખેડૂતોને લઇ કહ્યું, …

યમુનામાં પ્રદુષણનો કહેર / યમુનાના હાલ થયા બેહાલ, નદીમાં ઝેરી ફીણની વચ્ચે છઠપૂજા મનાવવા મજબૂર