સુરત/ ડાયમંડ સીટીમાં રોગચાળાનો અજગરી ભરડો, ઝેરી મેલેરિયા થયા બાદ 5 વર્ષીય બાળકીનું મોત

સુરત શહેરમા માવઠા બાદ રોગચાળો વકર્યો છે. સિવિલ હોસ્પિટલમાં સતત દર્દીઓ વધી રહ્યા છે.જેમાં તાવ શરદી સહિતના રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે.

Top Stories Gujarat Surat Breaking News
YouTube Thumbnail 2023 11 29T122629.843 ડાયમંડ સીટીમાં રોગચાળાનો અજગરી ભરડો, ઝેરી મેલેરિયા થયા બાદ 5 વર્ષીય બાળકીનું મોત
  • ઝેરી મેલેરિયાના કારણે 5 વર્ષીય બાળકીનું મોત
  • સુરતમાં રોગચાળાએ ફરી માથું ઊંચક્યું
  • અઠવાડિયાથી બાળકીને આવતો હતો તાવ
  • 5 વર્ષીય બાળકી આન્યાનું સારવાર દરમિયાન મોત

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં સતત વધી રહેલા રોગચાળા વચ્ચે જોળવા ગામમાં રહેતા દંપતીના પુત્રી અને પુત્રને ઝેરી મેલેરિયા તાવનું નિદાન થયા બાદ સારવાર દરમ્યાન પાંચ વર્ષીય બાળકીનું મોત થયું છે જ્યારે અઢી વર્ષીય રિતિક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરત શહેરમા માવઠા બાદ રોગચાળો વકર્યો છે. સિવિલ હોસ્પિટલમાં સતત દર્દીઓ વધી રહ્યા છે.જેમાં તાવ શરદી સહિતના રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે.ત્યારે જોળવા ગામના બે ભાઈ બહેનને તાવ આવતો હોવાથી હીરાબાગ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અઠવાડિયાની સારવાર દરમ્યાન બહેન આન્યા અને ભાઈ રિતિકને ઝેરી મલેરિયા તાવ હોવાનું નિદાન થયું હતું.જોકે પાંચ વર્ષીય બહેન અને અઢી વર્ષીય ભાઈની તબિયત વધુ લથડતા તેમને સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા જ્યાં પાંચ વર્ષીય બાળકી આન્યાનું મોત થયું હતું. જ્યારે રિતિક હજુ ઓન સિવિલ હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે.

મહત્વનું છે કે કમોસમી વરસાદને પગલે પાણી ભરાયા છે અને તેના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. જેથી શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. બે દિવસ પહેલા  પણ તાવના કારણે બે લોકોના મોત થયા હતા ત્યારે વધુ આ પ્રકાર ની ઘટના બનતા પ્રશાશન પણ મુંજવણમાં મુકાયું છે

મહત્વનું છે કે શહેરમાં વધી રહેલા રોગચાળાને કારણે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ તરફથી પણ લોકોને મચ્છરો થાય તેવી જગ્યાએથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.ખાસ કરીને જે જગ્યાએ પાણીનો ભરાવો રહેતો હોય એ જગ્યાથી પાણીનો યોગ્ય નિકાલ કરવો તેમ જ પીવાના પાણીને હંમેશા ઢાંકીને રાખવા માટે અપીલ કરવામાં આવી છે કમોસમી વરસાદ બાદ શહેરમાં સતત અને સતત રોગચાળો વધી રહ્યો છે જેને લઇ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 ડાયમંડ સીટીમાં રોગચાળાનો અજગરી ભરડો, ઝેરી મેલેરિયા થયા બાદ 5 વર્ષીય બાળકીનું મોત


આ પણ વાંચો:મોરબીના ચકચારી કેસમાં વધુ 6 આરોપીના કોર્ટે રીમાન્ડ મંજૂર

આ પણ વાંચો:સુરતમાં ફાયર વિભાગે 5 હોટલ કરી સીલ, જાણો કેમ કરાઈ કાર્યવાહી

આ પણ વાંચો:પાંડેસરામાં ઘર બહાર રમતા બાળક પર શ્વાનનો હુમલો, શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો જમાવડો

આ પણ વાંચો:ગોંડલના કોલ્ડ સ્ટોરેજમાંથી ધાણા અને ચણાના જથ્થાની ચોરી, છતાં નથી થઈ પોલીસ ફરિયાદ