મહત્વનો નિર્ણય/ રાજકોટની શાળાઓના સંચાલકોના આ નિર્ણયના બધા કરી રહ્યા છે વખાણ

મંદિરોના ટૂંકા વસ્ત્રોનો પહેરવા પર લાગતો પ્રતિબંધ હવે સ્કૂલો સુધી પણ લંબાયો છે. રાજકોટમાં શાળાના સંચાલકોએ શાળાના કેમ્પસમાં ફક્ત વિદ્યાર્થીઓ જ નહી પણ વાલીઓના ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

Top Stories Gujarat Rajkot
Rajkot School રાજકોટની શાળાઓના સંચાલકોના આ નિર્ણયના બધા કરી રહ્યા છે વખાણ

રાજકોટઃ મંદિરોના ટૂંકા વસ્ત્રોનો પહેરવા પર Rajkot School Management લાગતો પ્રતિબંધ હવે સ્કૂલો સુધી પણ લંબાયો છે. રાજકોટમાં શાળાના સંચાલકોએ શાળાના કેમ્પસમાં ફક્ત વિદ્યાર્થીઓ જ નહી પણ વાલીઓના ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.  શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓને મૂકવા લેવા આવતા વાલીઓ ગમે તેવા વસ્ત્રોમાં આવતા હોવાના પગલે શાળાના સંચાલકોએ આ પ્રકારનો નિર્ણય લીધો છે.

રાજકોટની બધી શાળાના સંચાલકોએ નિર્ણય લીધો છે કે હવેથી શહેરની કોઈપણ શાળાના આંગણામાં વાલીઓ ટૂંકા કપડા, બર્મ્યુડા કે નાઇટડ્રેસ પહેરીને નહી આવી શકે. જો આવશે તો તેમને પ્રવેશ આપવામાં નહી આવે, શાળાના Rajkot School Management સંચાલકોએ જણાવ્યું હતું કે શાળાને વિદ્યાનું ધામ કહેવાય છે, તેથી મંદિર જેવી શિસ્ત અહીં પણ જરૂરી છે. બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસમાં સ્કૂલે આવવાની ફક્ત શિક્ષકોની જ નહી વાલીઓની પણ ફરજ છે.

આમ કોઈપણ વાલી આ પ્રકારના કપડા પહેરીને શાળાના કેમ્પસમાં Rajkot School Management આવશે તો તેમને ગેટ પર અટકાવી દેવાશે. બાળકોમાં સારા સંસ્કાર અને મર્યાદા જળવાય તે માટે ફક્ત બાળકો જ નહી તેમના માબાપે પણ શિસ્તમાં રહેવું જરૂરી છે. આ નિયમ શહેરની તમામ શાળાઓને લાગુ પડશે.

આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે જે રીતે કોઈ કુટુંબના પોતાના નિયમો હોય છે, મંદિરના હોય છે તે રીતે સ્કૂલના પોતાના નિયમો હોય છે. તેનું પાલન કરવું જરૂરી હોય છે. તે છેવટે ફક્ત સ્કૂલ નહી શાળાના બાળકોમાં સારા સંસ્કાર સીંચવા હોય છે. હવે જો વાલી જ નિયમમાં ન રહે તો બાળકમાં નિયમને આધીન રહેવાના સંસ્કાર ક્યાંથી આવે.

વાલીઓ ગમે તેવા કપડા પહેરીને સ્કૂલે આવે છે તે એકદમ Rajkot School Management અયોગ્ય છે. સ્કૂલના સંચાલકો સામાન્ય રીતે ખોટી બાબતોને લઈને હાઇલાઇટમાં રહેવા જાણીતા છે, પણ તેઓના આ નિયમને બધે આવકારમળી રહ્યો છે. બાળકોના માબાપોએ પણ કાન પકડ્યા છે કે સ્કૂલે ગમે તેવા ડ્રેસમાં ન જઈ શકાય. તેના માટે ડ્રેસ કોડ નહી પણ યોગ્ય કપડા પહેરવા જરૂરી છે.

આ પણ વાંચોઃ દુર્ઘટના/સુરતના સચિન GIDCમાં લિફ્ટ તૂટી પડતા 2 લોકોના મોત

આ પણ વાંચોઃ સુરત/પોલીસી ઉતારવાના બહાને વીમા એજન્ટને બોલાવ્યો ઘરે…અને પછી કર્યુ આવુ કામ

આ પણ વાંચોઃ Bhavnagar three brother drown/ભાવનગરની માલણ નદીમાં ત્રણ સગા ભાઈઓ ડૂબતા ચકચાર

આ પણ વાંચોઃ કોંગ્રેસના સરકાર પર ગંભીર આક્ષેપ/3900 કરોડના કૌભાંડના આક્ષેપ અંગે ઋષિકેશ પટેલનો પલટવાર

આ પણ વાંચોઃ ગાંધીનગર/ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ