Crime/ DCP સ્કોર્ડના પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો, પુરપાટ ઝડપે વાહન ચઢાવ્યું

DCP સ્કોર્ડના પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો, પુરપાટ ઝડપે વાહન ચઢાવ્યું

Ahmedabad Gujarat
sardarnagar 18 DCP સ્કોર્ડના પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો, પુરપાટ ઝડપે વાહન ચઢાવ્યું
  • પોલીસ પર ગાડી ચડાવી આરોપી ફરાર થઈ ગયો
  • વોન્ટેડ ઈકબાલ બાટલી સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો
  • પોલીસે આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી

@વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ

શહેરના પૂર્વ વિસ્તારમાં નારકોટિક્સ વોન્ટેડ આરોપી ઈકબાલ બાટલી એ પોલીસ પર જીવલેણ હુમલા ની કોશિશ કર્યાની ઘટના સામે આવી છે. જેની જાણ થતા પોલીસ અધિકારી દ્વારા માથાભારે આરોપી ઈકબાલ પઠાણ ઉર્ફે બાટલી વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધવામાં આવ્યો છે. અને ફરિયાદના આધારે ડીસીપી ઝોન પાંચના સ્કોડ સહિત તમામ એજન્સીઓએ પોલીસ પર જીવલેણ હુમલો કરનાર વોન્ટેડ આરોપીને પકડવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ અંગે  માહિતી આપતા H ડીવીઝન ના  ACP પ્રકાશ પ્રજાપતિએ  જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસમાં પોલીસની  જુદી જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

Pride / દેશમાં રહેવા માટે સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરનો ટોપ ટેનમાં સમાવેશ

ઘટનાની વિગત વાર વાત કરીએ તો, આરોપી ઈકબાલ પઠાણ ઉપર બાટલી પૂર્વ વિસ્તારના માથાભારે શખ્સ છે.  ઈકબાલ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ છે. આ બાબતની તપાસ ડીસીપી ઝોન પાંચ નો સ્કૉડ કરતો હતો તે દરમ્યાનમાં બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી બાટલી ગોમતીપુર વિસ્તારના હથિખાઇ ચાર રસ્તા પાસેથી પસાર થવાનો છે. જે બાબતની માહિતી ને આધારે ડીસીપી ઝોન 5 નો સ્કોર તુરંત જ સ્થળ પર પહોંચી ગયો હતો.

threat / ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકરને મળી ધમકી, ફેસબૂક પર પોસ્ટ કરી આપી જાણકારી

દરમિયાનમાં વોન્ટેડ આરોપી બાટલી પોતાની કારમાં બેસીને ત્યાંથી પસાર થતો હતો તે દરમિયાન તેને કોર્ડન કરવાની કોશિશ કરવામાં આવી હતી. વોચ માં બેઠેલી પોલીસની ટીમે તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે પુરપાટ ઝડપે ગાડી હંકારીને પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ નારસંગભાઈ પર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી હતી. પરંતુ સમય સૂચકતા વાપરીને પોલીસ કર્મચારી મોટરસાઇકલ પરથી કૂદી ગયો અને પોતાનો જીવ બચાવી લીધો. માથાભારે આરોપી ઈકબાલ બાટલીએ પોલીસની ખાનગી કાર અને બાઈકને અડફેટે લીધા હતા. અને પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.

પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ પર જીવલેણ હુમલો કરવાની માહિતી બહાર આવતા પોલીસ અધિકારી દ્વારા તેના પર હત્યાની કોશિષનો ગુનો નોંધવામાં આવ્યો છે.  ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં narkotiks ના વોન્ટેડ આરોપી ઈકબાલ બાટલી વિરૂદ્ધ પોલીસ કર્મચારીની હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડની કવાયત તેજ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઈકબાલ પઠાણ ઉર્ફે બાટલી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહીબીશન અને મારામારીના અનેક ગુના નોંધાયેલા છે. ત્યારે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કરી મારી નાખવાની કોશિશ ના કેસમાં ફરી એકવાર તે વિવાદમાં આવ્યો છે. જેના પગલે હવે પોલીસે તેની ધરપકડ ની કવાયત તેજ કરી છે.