વડોદરા/ ફરી એકવાર ગુજરાતમાં ડરનો માહોલ, H1 N1 ઇન્ફ્લુએન્ઝાના દર્દીનું થયું મોત

ગુજરાતમાં H1 N1 ઈન્ફલુએન્ઝા (સ્વાઈન ફ્લૂ)ના નવા કેસો જોવા મળી રહ્યાં છે ત્યારે રાજ્યના વડોદરા શહેરમાં  H1 N1 ઇન્ફ્લુએન્ઝાથી

Gujarat Top Stories Vadodara

કોરોના ગયા બાદ અત્યારે ફરી એકવાર ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં H1 N1 ઈન્ફલુએન્ઝા (સ્વાઈન ફ્લૂ)ના નવા કેસો જોવા મળી રહ્યાં છે ત્યારે રાજ્યના વડોદરા શહેરમાં  H1 N1 ઇન્ફ્લુએન્ઝાથી 57 વર્ષીય આધેડનું મોત થયું છે. તેને SSG હોસ્પિટલના આઈસોલેશન વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતા.

દેશમાં અત્યારે કોરોનાનો ફરી એકવાર કહેર વર્તાઈ રહ્યો છે તો બીજી બાજુ સ્વાઈન ફ્લૂના કેસો પણ વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં H1 N1 ઇન્ફ્લુએન્ઝાથી એક દર્દીનું મોત થયું છે. વડોદરા જીલ્લાના માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય તુષાર શાહનું મૃત્યુ થયું છે. દર્દી સ્વાઇન ફ્લુ સિવાય અન્ય બીમારીઓથી પણ પીડાતા હતા. જેથી તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હતા.

અત્યારે કોરોનાનો સબવેરિયાન્ટ JN.1ના કેસો પણ દિવસે ને દિવસે વધી રહ્યાં છે. દેશમાં 10 જેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના કેસો જોવા મળ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: