Jil Biden-Diamond/ હીરો અમેરિકામાં, ઝગમગાટ સુરતમાં જાણો કેમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસમાં ફર્સ્ટ લેડી જિલ બાઇડેનને 7.5 કેરેટનો હીરો ભેટમા આપ્યો છે. આ ભેટમાં આપેલા હીરાની ખાસિયત એ છે કે આ હીરો સુરતમાં તૈયાર થયો છે.

Top Stories Gujarat Surat
jil biden gift 1 હીરો અમેરિકામાં, ઝગમગાટ સુરતમાં જાણો કેમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસમાં Jil biden-Diamond ફર્સ્ટ લેડી જિલ બાઇડેનને 7.5 કેરેટનો હીરો ભેટમા આપ્યો છે. આ ભેટમાં આપેલા હીરાની ખાસિયત એ છે કે આ હીરો સુરતમાં તૈયાર થયો છે. આમ આ હીરાની સાથે સુરતીઓનું નામ પણ પીએમે વિશ્વસ્તરે લોકપ્રિય કર્યુ છે. આખા વિશ્વમાં સુરતની હીરાનગરી તરીકેની બોલબાલા થઈ ગઈ છે.

પીએમ મોદીએ જિલ બાઇડેનને ભેટમાં આપેલો Jil biden-Diamond આ હીરો 7.5 કેરેટનો છે અને તે સુરતમાં તૈયાર થયો છે. લેબગ્રોન ડાયમંડને લેબમાં તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી તેને કટ કરી આકાર આપવામાં આવતું હોય છે . સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે અને સૌથી મહત્વની વાત આજે કે એની ગુણવત્તા નેચરલ ડાયમંડની જેમ હોય છે.

સુરત શહેર હીરા નગરી તરીકે વિશ્વમાં જાણીતું છે કારણ કે 10માંથી 8 હીરા સુરતમાં તૈયાર થાય છે. બે મહિનાની મહેનતે તૈયાર થયેલા આ હીરાને વડાપ્રધાને અમેરિકાના ફર્સ્ટ લેડીને આપતાં ઉદ્યોગકારો દ્વારા ખુશી વ્યક્તિ કરવાની સાથે સુરત માટે આ ગર્વની બાબત ગણાવી હતી.

વેસ્ટર્ન ઝોન જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ Jil biden-Diamond ઓફ ઇન્ડિયાના પ્રવક્તા સ્મિત પટેલએ જણાવ્યું હતું કે આ માત્ર સુરતની જ નહી પરંતુ આખા દેશ માટે બોવ ગૌરવની વાત છે. આત્મ નિર્ભરથી બનેલો આ હીરો કહેવાય, આ હીરો સુરતમાં ઉગેલો છે અને સુરતમાં જ કટિંગ અને પોલીશ થયો છે. અને આ હીરો આખી દુનિયામાં પહોંચ્યો છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ હીરા કેમિકલથી બનાવવામાં આવતું હોય છે, સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી હોય છે. આ હીરાને લેબમાં બનાવવામાં આવતો હોય છે. આ હીરા નેચરલ ડાયમંડની જેમ હોય છે. તેની તમામ ગુણવત્તા એકસરખી હોય છે. આ હીરા બનાવવામાં અમે સોલાર અને વિન્ડ એનર્જીનો ઉપયોગ કરતા હોઈએ છીએ.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 7.5 કેરેટ હીરા Jil biden-Diamond અમૃત મહોત્સવને ઉજવણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. આ ઇન્ડસ્ટ્રી લાખો લોકોને રોજગારી આપે છે. સાથે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આ ખૂબ જ સારું ક્ષેત્ર છે. દેશની અંદર આ હીરા તૈયાર કરવામાં આવે છે. દેશની અંદર જ કટ અને પોલીસડ થાય છે અને દેશની અંદર જ આ હીરાથી જ્વેલરી તૈયાર કરવામાં આવે છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે આ ક્ષેત્રમાં જે લોકો આ ઇન્ડસ્ટ્રીને આગળ લઈને આવ્યા છે તેમની આ મહેનત છે. આ હીરા લેબમાં તૈયાર થતા કેટલાંક મહિના લાગી જાય છે. લેબમાં હીરા તૈયાર થયા બાદ તેને રત્નકલાકાર ભાઈઓ દ્વારા એક્સિલન્ટ કટ અને પોલિશ્ડ કરવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ ફ્રી લેપટોપ સ્કીમ/ રાજ્ય સરકારની ટેબ્લેટ યોજના હવે લેપટોપ યોજનામાં પરિવર્તીત થશે

આ પણ વાંચોઃ વૃક્ષા રોપણ અભિયાન/ સુરતમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

આ પણ વાંચોઃ Uttarakhand Accident/ ઉત્તરાખંડના પિથોરાગઢમાં મોટો માર્ગ અકસ્માત, કાર ખાડામાં પડી, 12 લોકોના મોત

આ પણ વાંચોઃ Jagannath Temple Land Scam/ જગન્નાથ મંદિરની ગૌચર જમીન વેચવાનું કૌભાંડઃ વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં

આ પણ વાંચોઃ આગ જ આગ/ રાજકોટમાં ફર્નિચરના કારખાનામાં લાગી ભીષણ આગ, પાર્ક કરેલા વાહનો થયા બળીને ખાક