Holi special train Incident/ બિહારમાં હોળી સ્પેશિયલ ટ્રેનમાં આગની દુર્ઘટના, જાનહાનિ ટળી, ટ્રેનોના રુટ ડાયવર્ટ કરાયા

બિહારમાં હોળી સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગવાની દુર્ઘટના બનવા પામી. મંગળવારે મોડી રાત્રે ભોજપુરમાં હોળી સ્પેશિયલ ટ્રેન (01410)ના એસી કોચ (M-9)માં અચાનક આગ ફાટી નીકળી હતી.

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 27T121136.060 બિહારમાં હોળી સ્પેશિયલ ટ્રેનમાં આગની દુર્ઘટના, જાનહાનિ ટળી, ટ્રેનોના રુટ ડાયવર્ટ કરાયા

બિહારમાં હોળી સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગવાની દુર્ઘટના બનવા પામી. મંગળવારે મોડી રાત્રે ભોજપુરમાં હોળી સ્પેશિયલ ટ્રેન (01410)ના એસી કોચ (M-9)માં અચાનક આગ ફાટી નીકળી હતી. ટના-ડીડીયુ રેલવે સેક્શન પર ટ્રેનમાં આગ લાગવાની ઘટના બનતા મુસાફરો જીવ બચાવવા કૂદી પડ્યા હતા. ટ્રેનમાં આગ લાગવાની દુર્ઘટનાને પગલે અનેક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા. આ ઘટના બાદ રેલવેએ એક ડઝન ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કર્યા છે. જોકે, બોગીને ટ્રેનથી અલગ કરી દેવામાં આવી છે અને હોળી સ્પેશિયલ ટ્રેનને રવાના કરવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ ઘટનાને લઈને રેલવેનો દાવો છે કે જે એસી કોચમાં આગ લાગી તેમાં કોઈ મુસાફરો નહોતા.

આગ લાગવાની બની ઘટના
દાનાપુરથી લોકમાન્ય તિલક (મુંબઈ) જતી હોળી સ્પેશિયલ ટ્રેન ખુલ અરરાહ થઈને મંગળવારે મધરાતે દાનાપુર-પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલવે સેક્શનના કરિસાઠ સ્ટેશન પાસે પહોંચી હતી ત્યારે અચાનક ટ્રેનમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ, ગ્રામ્ય અને રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક ગ્રામજનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. જે બાદ બોગીમાં લાગેલી આગને ભારે જહેમતથી કાબુમાં લેવામાં આવી હતી. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ રેલ્વે અધિકારીઓ પણ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

બિહાર સમાચાર: ભોજપુરમાં ટ્રેનમાં આગ;  હોળી સ્પેશિયલ ટ્રેન, DDU, કરિસાથ સ્ટેશન, દાનાપુર-લોકમાન્ય તિલક

મુસાફરો જીવ બચાવવા કૂદ્યા

મુસાફરોનું કહેવું છે કે એસી કોચમાંથી સૌપ્રથમ આછો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને અમે કંઈ સમજીએ તે પહેલા આગ ફાટી નીકળી હતી. એક મુસાફરે જણાવ્યું કે બોગીમાં આગ લાગવાની ઘટના બનતા ટ્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જોરદાર જ્વાળાઓ જોઈ મુસાફરોમાં ગભરાટ જોવા મળી. આગ લાગ્યા બાદ એસી બોગીમાં સવાર તમામ મુસાફરો જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા. હોળી સ્પેશિયલ ટ્રેનમાં ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જો કે હોળીના કારણે ટ્રેનમાં ઓછી ભીડ હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

અધિકારીએ આપી માહિતી
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે લગભગ 1 વાગે ટ્રેનની એક બોગીમાં નાની આગની માહિતી મળી હતી. જે બાદ ટ્રેનને કરિસાથ પાસે રોકી દેવામાં આવી હતી. તે પછી તરત જ, આગળની બોગી અને પાછળની બોગીને ટ્રેનની બોગીમાંથી દૂર કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. જે બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. તેણે જણાવ્યું કે જે બોગીમાં આગ લાગી તેમાં કોઈ રિઝર્વેશન નહોતું. આ બોગીમાં એક પણ મુસાફર નહોતો. હવે રેલવેની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ ઘટના બાદ લગભગ 5 કલાક સુધી રેલ્વે વ્યવહાર ખોરવાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ Consultancy/પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત