મોટા સમાચાર/ દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર

GPSCના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસાની UPSCમાં નિયુક્તી કરવામાં આવી છે. દિનેશ દાસાની UPSCમાં સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

Gandhinagar Top Stories Gujarat
UPSCના

Gandhinagar News: ગુજરાત જાહેર સેવા આયોગના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની રાષ્ટ્રપતિએ UPSCના સભ્ય તરીકે નિમણૂંક કરી છે. દિનેશ દાસાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરી છે અને આ નિયુક્તી માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

દિનેશ દાસાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિએ મને યુપીએસસીના સભ્ય તરીકે નિયુક્ત કર્યો છે તે જણાવતા હું નમ્ર છું. GPSCનું નેતૃત્વ કર્યું હતું આ તક એ કામનું વિસ્તરણ છે. મારા જીવનની આ મહત્વની ક્ષણે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે મને મારી સમગ્ર સફરમાં માર્ગદર્શન આપ્યું છે. વધુમાં લખ્યું છે કે, હું અતૂટ સમર્પણ અને ઇમાનદારી સાથે આપણા રાષ્ટ્રની પ્રગતિમાં પૂરા દિલથી યોગદાન આપવા માટે તૈયાર અને ઉત્સાહી છું.

કોણ છે ડોક્ટર દિનેશ દાસા ?

ડો. દિનેશ દાસાએ GPSCના ચેરમેન તરીકે સતત છ વર્ષ સુધી જવાબદારી સંભાળી છે. 41 વર્ષની ઉંમરે GPSCના ચેરમેન બનનાર દિનેશ દાસા જાહેર સેવા આયોગમાં  દેશના સૌપ્રથમ અને સૌથી નાની ઉંમરના ચેરમેન હતા. તેમણે ચેરમેન તરીકેના 6 વર્ષના કાર્યકાળ દરમિયાન કુલ 24,382 જગ્યાઓ પર ભરતી માટે કામગીરી કરી છે. તો 827 જાહેરાતો પર ભરતી અંગેની કામગીરી કરી છે.  તેમના કાર્યકાળ દરમિયાન એક પણ પેપરલીકની ઘટના પણ સામે આવેલી નથી.

આ પણ વાંચો:દાંતના ડોક્ટર કે દાનવ? ચોટીલામાં પાંચ વર્ષના બાળકની ટ્રીટમેન્ટ સમયે કરી આવી મોટી ભૂલ

આ પણ વાંચો:બળજબરીથી ભગાડી જઈ યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાએ ગટગટાવ્યું એસિડ

આ પણ વાંચો:પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર ડ્રગ્સ માફિયા ઝડપાયો

આ પણ વાંચો:જાણો ગાંધીધામ પોલીસે પકડેલા 800 કરોડના કોકેન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું