ગુજરાત/ હવે થી રાજયની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને પણ આઇકાર્ડ આપવામાં આવશે

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના નિર્દેશ બાદ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તમામ સ્કૂલોના શિક્ષકોને નક્કી કરેલી ડિઝાઈનમાં આઈકાર્ડ તૈયાર કરી આપવા માટે આદેશ આપ્યો છે. આ માટે કચેરી દ્વારા શિક્ષક દીઠ રૂ. 50ની ગ્રાન્ટ પણ આપવામાં આવશે. આ આઈકાર્ડમાં શિક્ષકોનો ફોટોગ્રાફ તેમજ અન્ય તમામ વિગતો લખેલી હશે. શિક્ષકોએ આ કાર્ડ સ્કૂલમાં પોતાની સાથે રાખવાનો […]

Gujarat Others
Untitled 129 હવે થી રાજયની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને પણ આઇકાર્ડ આપવામાં આવશે

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના નિર્દેશ બાદ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તમામ સ્કૂલોના શિક્ષકોને નક્કી કરેલી ડિઝાઈનમાં આઈકાર્ડ તૈયાર કરી આપવા માટે આદેશ આપ્યો છે. આ માટે કચેરી દ્વારા શિક્ષક દીઠ રૂ. 50ની ગ્રાન્ટ પણ આપવામાં આવશે. આ આઈકાર્ડમાં શિક્ષકોનો ફોટોગ્રાફ તેમજ અન્ય તમામ વિગતો લખેલી હશે. શિક્ષકોએ આ કાર્ડ સ્કૂલમાં પોતાની સાથે રાખવાનો રહેશે. જે જિલ્લામાં શિક્ષકોને આઈકાર્ડ ઈશ્યુ થઇ ગયા હોય તેમણે 7 દિવસમાં કચેરીને જાણ કરવાની રહેશે.

કેન્દ્ર સરકારના MHRD દ્વારા સમગ્ર શિક્ષાના એન્યુઅલ વર્કપ્લાન એન્ડ બજેટ વર્ષ 2019-20 અંતર્ગત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત તમામ શિક્ષકોને ફોટોગ્રાફ, શિક્ષકનું નામ, હોદ્દો, શાળાનું નામ, શાળા UDISE કોડ અને શાળાના સંપુર્ણ સરનામા વગેરે માહિતી સાથેના ટીચર આઈડેન્ટિટી કાર્ડ એટલે કે શિક્ષકને ઓળખપત્ર ઈસ્યુ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. જેને લઈને રાજ્યના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા તમામ ડીઈઓ, ડીપીઈઓ અને શાસનાધિકારીઓને પરિપત્ર કરવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, તેમના તાબાની સરકારી પ્રાથમિક તેમજ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત શિક્ષકોને ફોટો સાથેના ટિચર આઈડેન્ટિટી કાર્ડ ઈસ્યુ થયેલા હોય તો તેની વિગતો આપવાની રહેશે અને જો ટિચરને આઈડેન્ટિટી કાર્ડ ઈસ્યુ કરવાના બાકી હોય તો તે અંગેની કાર્યવાહી કરવાની રહેશે. આ અંગે કાર્યવાહી કરી તે અંગેની વિગતો મોકલવા માટે પણ સુચના અપાઈ છે.

જો જિલ્લામાં આઈકાર્ડ ઈશ્યુ કરી દેવામાં આવ્યા હોય તો જિલ્લા અને કોર્પોરેશન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના હાલમાં કાર્યરત શિક્ષકોને ફોટો સાથેના આઈડેન્ટિટી કાર્ડ ઈસ્યુ કર્યા હોય તેની વિગતો સાત દિવસમાં મોકલવાની રહેશે. પરંતુ જો શિક્ષકોને આઈડેન્ટિટી કાર્ડ ઈશ્યુ કરવાના બાકી હોય તો સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા મંજુર કરવામાં આવેલી ડિઝાઈન મુજબ શિક્ષકોના કાર્ડ તૈયાર કરવા માટે સુચના અપાઈ છે.