Not Set/ અમદાવાદ: પ્રેમિકાને પામવા પત્નીને આપતો ડ્રગ્સનાં ઇન્જેક્શન

અમદાવાદ, અમદાવાદના રામોલમાં ખુદ તેના જ પતિ દ્વારા ડ્રગ્સના ઈન્જેકશન આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાની પ્રેમિકાને પામવા માટે પત્નીને ડ્રગ્સના ઇન્જેક્શન આપી મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો. પત્નીને અર્ધ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહિલાના પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશનમાં સાસરિયા પક્ષ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી […]

Ahmedabad Gujarat
jalyatra 3 અમદાવાદ: પ્રેમિકાને પામવા પત્નીને આપતો ડ્રગ્સનાં ઇન્જેક્શન

અમદાવાદ,

અમદાવાદના રામોલમાં ખુદ તેના જ પતિ દ્વારા ડ્રગ્સના ઈન્જેકશન આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાની પ્રેમિકાને પામવા માટે પત્નીને ડ્રગ્સના ઇન્જેક્શન આપી મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો.

પત્નીને અર્ધ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહિલાના પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશનમાં સાસરિયા પક્ષ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કિરણ મેડીકલમાં નોકરી કરે છે. તેના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ મહિલાને તેના પતિના પ્રેમ પ્રકરણ વિશે જાણ થતા પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કિરણ તેની પ્રેમિકાને છોડવાને બદલે તેની પત્નીને મોતને  ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો.

આ વાતની પૃષ્ટી કરતા મહિલાના ભાઇએ જણાવ્યુ હતુ કે છેલ્લા ચાર દિવસથી ડ્રગ્સના ઇન્જેક્શન આપવામાં આપ્યા હતા. બેભાન હાલતમાં તેની બહેનને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 85 ટકા ડ્રગ્સ તેની બેનના શરીરમાં ઘર કરી ગયુ છે. કાયદાને આધિન ન્યાય આપી કિરણને સજા કરવી જોઇએ.