Not Set/ આખલાએ કર્યો મહિલા પર હુમલો, ઘટના થઇ સીસીટીવીમાં કેદ

ભરૂચ, દિવસે દિવસે રોડ-રસ્તા પર રખડતા ઢોરની સંખ્યા વધતી જાય છે. ત્યારે વધુ એક આખલાએ આતંક મચાવ્યો છે. ભરૂચના સેવાશ્રમ રોડ પર રખડતા આખલાએ મહિલાને માથું મારી ફંગોળતા આ મહિલા હવામાં ચારથી પાંચ ફુટ જેટલી ઉછળી ગઇ હતી. સેવાશ્રમ રોડ પર મહિલા રસ્તા પરથી પસાર થઇ રહી હતી. ત્યારે એકાએક આખલો પાછળથી આવ્યો અને મહિલા પર […]

Gujarat
mahila આખલાએ કર્યો મહિલા પર હુમલો, ઘટના થઇ સીસીટીવીમાં કેદ

ભરૂચ,

દિવસે દિવસે રોડ-રસ્તા પર રખડતા ઢોરની સંખ્યા વધતી જાય છે. ત્યારે વધુ એક આખલાએ આતંક મચાવ્યો છે. ભરૂચના સેવાશ્રમ રોડ પર રખડતા આખલાએ મહિલાને માથું મારી ફંગોળતા આ મહિલા હવામાં ચારથી પાંચ ફુટ જેટલી ઉછળી ગઇ હતી.

સેવાશ્રમ રોડ પર મહિલા રસ્તા પરથી પસાર થઇ રહી હતી. ત્યારે એકાએક આખલો પાછળથી આવ્યો અને મહિલા પર હુમલો કર્યો હતો અને આ મહિલાને માથું મારીને હવામાં ઉછાળતા મહિલાને ભારે ઇજા થઇ હતી.

આ ઘટના અચાનક બનતા લોકોમાં આખલા પ્રત્યેનો ભારે ભય પ્રસરાઇ ગયો હતો. આ મહિલાને ભારે ગંભીર ઈજા થતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વારંવાર આવા કિસ્સાઓ સામે આવતા ઉઘતા તંત્રએ યોગ્ય પગલા લેવા જોઇએ તેવી સ્થાનિકોની માંગ છે.