Not Set/ ગોંડલમાં GST ના દરોડા, કરોડોનું બોગસ બિલીંગ કૌભાંડમાં બે વ્યક્તિ સામે કાર્યવાહી

અમદાવાદ: રાજ્યના GST વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન જીએસટી તંત્ર સમક્ષ બોગસ બીલિંગનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં બે વ્યક્તિ મળીને આ બોગસ પેઢી ચલાવતા હોવાનું સામે આવ્યું છે. આ બે વ્યક્તિઓ દ્વારા મળીને આશરે રૂપિયા બે હજાર કરોડનું બોગસ બિલનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. રાજ્ય GST વિભાગના […]

Top Stories Gujarat Rajkot Trending
GST raids in Gondal, prosecution against two people in Bogus bills Case

અમદાવાદ: રાજ્યના GST વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન જીએસટી તંત્ર સમક્ષ બોગસ બીલિંગનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં બે વ્યક્તિ મળીને આ બોગસ પેઢી ચલાવતા હોવાનું સામે આવ્યું છે. આ બે વ્યક્તિઓ દ્વારા મળીને આશરે રૂપિયા બે હજાર કરોડનું બોગસ બિલનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

રાજ્ય GST વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ બન્ને વ્યક્તિએ મળીને ઐયર ઈન્ટરપ્રાઇઝ નામની પેઢીના નામથી બોગસ બિલ બનાવ્યા હતા. આ પેઢીના નામથી સંખ્યાબંધ બોગસ બિલ ઈસ્યુ કરવામાં આવ્યા હતા.

આ સાથે જ આ બન્ને લોકોએ અત્યાર સુધી કંપનીનો ટેક્સ પણ ભર્યો નથી. જ્યારે બજારમાં ખોટી ક્રેડિટ ઉભી કરી હતી. સ્ટેટ GST વિભાગ દ્વારા આ મામલામાં ગોંડલ, ગાંધીધામ, મુંદ્રા, અમરેલીની 53 પેઢીમાં તપાસ હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગોંડલમાંથી GST વિભાગ દ્વારા ઈ-વે બિલ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. રાજ્ય જીએસટી વિભાગ દ્વારા 19 વેપારી અને 4 ટ્રાન્સપોર્ટરોના ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જીએસટી વિભાગ દ્વારા ગોંડલ, રાજકોટ, મોરબી, મુંદ્રા સહિત રાજ્યભરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ગોંડલની જ આઠ પેઢીના એક જ સ્થળના રજિસ્ટ્રેશન મળી આવ્યા હતા. જેના કારણે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

રાજ્ય જીએસટી વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે આગામી દિવસોમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ દરોડા પાડવામાં આવી શકે છે.