Not Set/ વિધાનસભામાં હોબાળો મચાવનાર કોંગ્રેસના ધારાસભ્યો ૩ વર્ષ માટે સસ્પેન્ડ

ગાંધીનગર, બુધવારે વિધાનસભામાં થયેલી ઘટનાએ લોકશાહીનું ચીરહરણ કર્યું હતું. વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછવા માટે સમય ન આપવા બદલે ભારે હોબાળો મચાવ્યો હતો અને છુટ્ટા હાથથી મારામારી કરી હતી. જો કે ત્યારબાદ ગૃહના કાર્યમાં ખલેલ પહોંચાડવા બદલ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે અને રાજુલાના ધારાસભ્ય અમરિષ ડેરને […]

Top Stories
llll વિધાનસભામાં હોબાળો મચાવનાર કોંગ્રેસના ધારાસભ્યો ૩ વર્ષ માટે સસ્પેન્ડ

ગાંધીનગર,

બુધવારે વિધાનસભામાં થયેલી ઘટનાએ લોકશાહીનું ચીરહરણ કર્યું હતું. વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછવા માટે સમય ન આપવા બદલે ભારે હોબાળો મચાવ્યો હતો અને છુટ્ટા હાથથી મારામારી કરી હતી. જો કે ત્યારબાદ ગૃહના કાર્યમાં ખલેલ પહોંચાડવા બદલ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે અને રાજુલાના ધારાસભ્ય અમરિષ ડેરને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે જયારે બળદેવજી ઠાકોરને ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પહેલા ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે સસ્પેન્ડ કરવા અંગેના પ્રસ્તાવ મુકતા જણાવ્યું હતું કે, “કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને જગદીશ પંચાલના પગ ભાંગી નાખવાની ધમકી આપી છે. આ સાથે જ ગૃહમાં મારામારી પણ કરી છે. તેથી કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે. અમરીશ ડેર અને પ્રતાપ દૂધાતને ત્રણ વર્ષ સુધી અને બળદેવજી ઠાકોરને ૧ વર્ષ માટે ગૃહમાંથી સત્ર અને કમિટીની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. જો કે નાયબ મુખ્યમંત્રીના આ પ્રસ્તાવનું શિક્ષણમંત્રી ભુપેદ્રસિંહ ચૂડાસામાંએ સમર્થન પણ કર્યું હતું.

વિધાનસભાના અધ્યક્ષના નિર્ણય બાદ સસ્પેન્ડ કરવામાં આવેલા કોંગ્રેસના ત્રણ વર્ષ સુધી વિધાનસભા ગૃહના સત્ર તેમજ તેની કાર્યવાહીમાં ભાગ લઇ શકશે નહીં.

મહત્વનું છે કે, બુધવારે ગુજરાત રાજ્યની વિધાનસભામાં રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી આર સી ફળદુ જયારે પોતાનું સંબોધન કરી રહ્યા હતા ત્યારે ગૃહમાં વિપક્ષી ધારાસભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના સાવરકુંડલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પોતાનો આવેશ ગુમાવ્યો હતો અને ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ પર પોતાનું માઈક તોડીને હુમલો કર્યો હતો.