Not Set/ શાળાઓ બાળકોને માનસિક ત્રાસ ન કરે તે માટે વાલીઓના અનશનનો 5મો દિવસઃ 2ની તબિયત લથડી

સુરત, સુરતમાં સહી ઝૂંબેશ સાથે 5 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા વાલીઓમાંથી બે વાલીઓની તબિયત હવે લથડી છે. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ફી મુદ્દે શાળા સંચાલકો તથા સરકાર સંપી ગઇ છે તેમ જણાવી વાલીઓએ, આ સ્થિતિ ન બદલાય ત્યાં સુધી આમરણ ઉપવાસ બંધ નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સુરતમાં ફી નિયમનને લઈને […]

Gujarat
srt vali શાળાઓ બાળકોને માનસિક ત્રાસ ન કરે તે માટે વાલીઓના અનશનનો 5મો દિવસઃ 2ની તબિયત લથડી

સુરત,

સુરતમાં સહી ઝૂંબેશ સાથે 5 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા વાલીઓમાંથી બે વાલીઓની તબિયત હવે લથડી છે. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ફી મુદ્દે શાળા સંચાલકો તથા સરકાર સંપી ગઇ છે તેમ જણાવી વાલીઓએ, આ સ્થિતિ ન બદલાય ત્યાં સુધી આમરણ ઉપવાસ બંધ નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

srt vali 1 શાળાઓ બાળકોને માનસિક ત્રાસ ન કરે તે માટે વાલીઓના અનશનનો 5મો દિવસઃ 2ની તબિયત લથડી

સુરતમાં ફી નિયમનને લઈને શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે વિરોધ યથાવત રહેવા પામ્યો છે અને હવે સુરતમાં વાલીઓ અનશન પર બેઠા છે વાલીઓનો અનશનનો આ 5મોં દિવસ છે તેમજ અનશન પર બેઠેલા 2 વાલીઓની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઉપરાંત સરકાર માત્ર લોલીપોપ આપતી હોવાનો આક્ષેપ પણ વાલીઓએ કર્યો હતો.