Not Set/ પીએમ મોદી સુરતની મુલાકાતે, દુલ્હનની જેમ શણગારાયું શહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી એમ બે દિવસ સુરતની મુલાકાતમાં આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતની અંતિમ તબક્કાની તૈયારી ચાલી રહી છે. દમણ ભાજપમાં વડાપ્રધાનના આગમનને લઇને ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને દમણના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન દમણ માટે કેટલીક મહત્વની જાહેરાતો કરશે તેવી આશાએ દમણવાસીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.પીએમના આવાના […]

Top Stories
IMG 20180224 WA0032 પીએમ મોદી સુરતની મુલાકાતે, દુલ્હનની જેમ શણગારાયું શહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી એમ બે દિવસ સુરતની મુલાકાતમાં આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતની અંતિમ તબક્કાની તૈયારી ચાલી રહી છે. દમણ ભાજપમાં વડાપ્રધાનના આગમનને લઇને ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને દમણના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન દમણ માટે કેટલીક મહત્વની જાહેરાતો કરશે તેવી આશાએ દમણવાસીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.પીએમના આવાના પગલે સુરત-ડુમસ રોડને  દિવાળીની જેમ શણગારી દેવાયો છે.

જુઓ વડાપ્રધાનના આગમનના પગલે  સુરત શહેરની રોનક બદલાઈ ગઈ

IMG 20180224 WA0029 પીએમ મોદી સુરતની મુલાકાતે, દુલ્હનની જેમ શણગારાયું શહેર

IMG 20180224 WA0028 પીએમ મોદી સુરતની મુલાકાતે, દુલ્હનની જેમ શણગારાયું શહેર

IMG 20180224 WA0031 પીએમ મોદી સુરતની મુલાકાતે, દુલ્હનની જેમ શણગારાયું શહેર

IMG 20180224 WA0010 પીએમ મોદી સુરતની મુલાકાતે, દુલ્હનની જેમ શણગારાયું શહેર

IMG 20180224 WA0030 પીએમ મોદી સુરતની મુલાકાતે, દુલ્હનની જેમ શણગારાયું શહેર

Screenshot 20180224 124840 2 પીએમ મોદી સુરતની મુલાકાતે, દુલ્હનની જેમ શણગારાયું શહેર

Screenshot 20180224 122355 2 પીએમ મોદી સુરતની મુલાકાતે, દુલ્હનની જેમ શણગારાયું શહેર

 

જુઓ પીએમ મોદીનો ૨૪  ફેબ્રુઆરીનો કાર્યક્રમ

  • ૧૦:૨૦ AM દિલ્હી એરપોર્ટ પરથી નીકળશે
  • ૧૨:૦૫ PM સુરત એરપોર્ટ ખાતે આગમન
  • ૧૨:૧૦ PM સુરત એરપોર્ટ પરથી દમણ જવાના રવાના
  • ૨:૩૦ PM દમણ એરપોર્ટ પરથી સુરત જવા રવાના
  • ૩:૧૦ PM સુરત એરપોર્ટ પર થશે આગમન
  • ૩:૧૫ PM સુરત એરપોર્ટ પરથી ચેન્નઇ જવા રવાના

જુઓ પીએમ મોદીનો 25 ફેબ્રુઆરીનો કાર્યક્રમ

  • સાંજે ૬:૩૦ કલાકે સુરત એરપોર્ટ પર ઉતરણ કરશે
  • ‘રન ફોર ન્યૂ ઈન્ડિયા મેરેથોન’નો પ્રારંભ કરાવશે
  • લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે મેરેથોનનું આયોજન
  • ૭ કલાકે PM ‘રન ફોર ન્યૂ ઈન્ડિયા’નું કરાવશે પ્રસ્થાન
  • રાત્રે ૮:૧૦ કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જવા થશે રવાના

જો કે બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ મોદી સામે વિરોધ નોંધાવવા માટેની તૈયારીઓ કરી લીધી છે.

કોંગ્રેસ પકોડાવાળા નિવેદનને લઇને વડાપ્રધાન સામે વિરોધ પ્રદર્શન કરવાનો અને સુત્રોચ્ચાર કરવાનો ઇરાદો ધરાવે છે. વડાપ્રધાન દમણને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે હેલીકોપ્ટર સેવાની જાહેરાત કરશે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા વડાપ્રધાનના આગમનને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સુરતમાં આવતીકાલે વડાપ્રધાન નાઇટ મેરેથોન ‘ રન ફોર ન્યુ ઇન્ડિયા’ ને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવવાના છે. કારગિલ સર્કલને સુંદર લાઈટથી ડેકોરેટ કરવામાં આવ્યું છે.સાથે જ રસ્તા પર મોટી એલસીડી પણ મૂકી છે. પીએમ મોદીની સાથે સાથે રન ફોર ન્યુ ઇન્ડિયાના બેનર પણ લગાવ્યા છે.ચારે તરફ ઝગમગાટ જોવા મળી રહ્યો છે.મહત્વનું છે કે આ મેરેથોનમાં લાખોની સંખ્યામાં સુરતવાસીઓ ભાગ લેવાના છે.

આ મેરેથોનની ખાસ વાત વિશે  જણાવીએ તો આવતીકાલે જે રન ફોર ન્યુ ઇન્ડિયા મેરેથોન યોજાવાની છે તેમાં દિલ્હીનું એક પ્રખ્યાત બેન્ડનું પર્ફોમન્સ હશે.

સુરતનો કાર્યક્રમ પૂર્ણ થઇ ગયા પછી મોદી પરત દિલ્હી જવા માટે રવાના થઇ જશે.