Harrasment/ પુત્રીને શારીરિક અડપલા કરતા પિતાને હાઇકોર્ટની ફટકાર

ગુજરાત હાઇકોર્ટે 12 વર્ષની પુત્રીને અડપલા કરતા પિતાને ફટકાર લગાવવાની સાથે તેની જામીન અરજી રદ કરી નાખી હતી. માતાએ કરેલી ફરિયાદના આધારે પિતાની જામીન અરજી રદ કરતાં ગુજરાત હાઇકોર્ટે પદ્મપુરાણના શ્લોકો ઉચ્ચાર્યા હતા.

Top Stories Gujarat
Gujarat high court પુત્રીને શારીરિક અડપલા કરતા પિતાને હાઇકોર્ટની ફટકાર
  • પિતા ભક્ષક બનતા પિતા-પુત્રીના સંબંધોની પવિત્રતા લજવાય છે
  • મનુસ્મૃતિ અને પદ્મપુરાણના શ્લોકથી પિતૃ ધર્મ યાદ કરાવ્યો હતો
  • 12 વર્ષની પુત્રીને પિતા શારીરિક અડપલા કરતો હોવાથી માએ કેસ કર્યો

Harrasment: ગુજરાત હાઇકોર્ટે (Gujarat highcourt) 12 વર્ષની પુત્રીને અડપલા (Harrasment) કરતા પિતાને ફટકાર લગાવવાની સાથે તેની જામીન અરજી રદ કરી નાખી હતી. માતાએ કરેલી ફરિયાદના આધારે પિતાની જામીન અરજી રદ કરતાં ગુજરાત હાઇકોર્ટે પદ્મપુરાણના શ્લોકો ઉચ્ચાર્યા હતા.

જાતીય સતામણીના (Harrasment) કિસ્સામાં પિતાની જામીન અરજીની સુનાવણી કરતી વખતે ગુજરાત હાઇકોર્ટે પિતાને પદ્મપુરાણના શ્લોકથી પિતૃ ધર્મ યાદ કરાવ્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે પિતા ભક્ષક બને ત્યારે પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા લજવાય છે.

ગુજરાત હાઇકોર્ટે આરોપી પિતાની જામીન અરજી રદ કરી હતી. (Harrasment) તેની સાથે હાઇકોર્ટે જણાવ્યું હતું કે દીકરી પિતાને રક્ષક સમજે છે, જ્યારે પિતા ભક્ષક બને ત્યારે પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા ભયમાં મૂકાય છે. સ્વાભાવિક રીતે પિતા સામે પોક્સો હેઠળ કાર્યવાહી થશે, કારણ કે પુત્રી 18થી ઓછી 12 વર્ષની એટલે કે સગીર છે.

હાઇકોર્ટે તેની સામે સગીરોની ઘરની અંદર અને ઘરની બહાર વધતી જતી જાતીય સતામણી (Harrasment)અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે કે બાળકોને યોગ્ય શિક્ષણ આપવામાં આવે અને યોગ્ય વાતાવરણ પૂરુ પાડવામાં આવે તો તેમને વિપરીત માનસિક અસરથી બચાવી શકાય છે. તેની સાથે બાળકોને પણ દરેક પ્રકારના સ્પર્શ અંગે સમજ આપવામાં આવે તે જરૂરી છે. બાળકની સાથે થતી જાતીય સતામણી તેના પર ગંભીર માનસિક અસર છોડી જાય છે. આ પ્રકારની તકલીફ બાળકને ભવિષ્યનો મનોરોગી બનાવે છે અને લઘુતાગ્રંથિથી ભરેલા વ્યક્તિત્વવાળો બનાવે છે.

Due To The Harassment Of Usurers/ વ્યાજખોરો પર ત્રાટકતી પોલીસઃ સ્પેશ્યલ ડ્રાઇવ 31 જાન્યુઆરી સુધી ચાલશે

Record/ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટસમેન સ્ટીવ સ્મિથે સર ડોન બ્રેડમેનનો આ રેકોર્ડ તોડ્યો,જાણો

Buldozer Baba/ બુલડોઝર બની શકે છે શાંતિનું પ્રતીક: યોગી આદિત્યનાથ

હવે ગુજરાતમાં પ્રદર્શન કરતા પહેલા ચેતી જજાે,રાષ્ટ્રપતિએ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને આપી મંજૂરી

ઉત્તર ભારતનો કોલ્ડ ટેસ્ટઃ દિલ્હીમાં વિક્રમજનક ઠંડીઃ તાપમાન 2.8 ડિગ્રી

Twitter-Meta બાદ હવે Amazon 18 હજાર કર્મચારીઓની કરશે છટણી,જાણો વિગત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડી, ઉત્તર ભારતમાં હિમપ્રાતના લીધે ઠંડીનો ચમકારો,હવામાન વિભાગે આપી આ ચેતવણી