સુરત/ હિન્દુ યુવકે મુસ્લિમ યુવતી સાથે કર્યો પ્રેમ, મુસ્લિમ પરિવાર પર યુવતીની હત્યાનો આરોપ, યુવક માગી રહ્યો છે ન્યાય

બ્રિજેશ બચુભાઈ પટેલ નામના યુવકને સહિસ્તા કે જે નવસારીના અબ્રામા ગામમાં રહે છે તેની સાથે બ્રિજેશને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. સહીસ્તા 20 એપ્રિલે તેના ઘરેથી નીકળી ગઈ અને ત્યારબાદ તેના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે પહોંચ્યા અને સહિસ્તા શોધવા લાગ્યા હતા.

Gujarat Surat
Untitled 102 8 હિન્દુ યુવકે મુસ્લિમ યુવતી સાથે કર્યો પ્રેમ, મુસ્લિમ પરિવાર પર યુવતીની હત્યાનો આરોપ, યુવક માગી રહ્યો છે ન્યાય

@અમિત રૂપાપર 

બ્રિજેશ બચુભાઈ પટેલ નામના યુવકને સહિસ્તા કે જે નવસારીના અબ્રામા ગામમાં રહે છે તેની સાથે બ્રિજેશને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. સહીસ્તા 20 એપ્રિલે તેના ઘરેથી નીકળી ગઈ અને ત્યારબાદ તેના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે પહોંચ્યા અને સહિસ્તા શોધવા લાગ્યા હતા. આ ઉપરાંત બ્રિજેશને માર મારવાની ધમકી આપી હતી. જે સમયે સહિસ્તા પોતાના ઘરેથી નીકળી વલસાડ પહોંચી હતી ત્યારે સહિસ્તાના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે હતા અને બ્રિજેશને સહિસ્તાનો એકાએક ફોન આવ્યો અને અને કહ્યું હતું કે, તું મને લઈ જા અને ત્યારબાદ સહિસ્તાના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને કહેવામાં આવ્યું કે તું સહિસ્તાને લઈ આવ અને ત્યારબાદ તલવાડા તળાવ પાસે સહિસ્તાને અમને સોંપી દેજે.

ત્યારબાદ બ્રિજેશે તલવાડા ચોકડી પાસે સહીસ્તાને તેના પરિવારના સભ્યોને સોંપી દીધી અને સાદિકનનામના વ્યક્તિ દ્વારા સહિસ્તાને પોતાની કારમાં બેસાડી દેવામાં આવી હતી. ત્યારબાદ સહિસ્તાના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને પોલીસ ફરિયાદ નહીં કરે તેવું કહીને રવાના કરી દીધો હતો. ત્યારબાદ બીજા દિવસે બ્રિજેશ ને જાણવા મળ્યું કે સહીસ્તાને માર મારી તેની હત્યા કરી દફનવિધિ કરી દેવામાં આવી છે.
હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીનો પ્રેમસંબંધ, યુવતીના ઘરે ખબર પડતા હત્યા કરી  દફનાવી દીધી! - Surat Hindu Yuvak loves muslim girl family killed her and  burial News18 Gujarati

આ સમગ્ર મામલે બ્રિજેશ દ્વારા માગણી કરવામાં આવી છે કે સહિસ્તાની હત્યા જે લોકો દ્વારા કરવામાં આવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત પોસ્ટમોર્ટમ વગર જ યુવતીના મૃતદેહને દફન કરી દેવામાં આવ્યો છે એટલે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે બ્રિજેશ દ્વારા પોલીસ અરજીમાં જે આરોપીઓના નામ લખાવવામાં આવ્યા છે તેમાં અમુક આરોપીઓ કુખ્યાત આરોપી છે અને તે એક આરોપી તો જુગારધામ ચલાવતો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે ત્યાં સમગ્ર મામલે બ્રિજેશ ની મદદ પોલીસ દ્વારા કરવામાં આવે છે કે નહીં બ્રિજેશ સુરત રેન્જ ઓફિસે ન્યાયની માગણી કરવા માટે અરજી લઈને પહોંચ્યો હતો અને તેની એક જ માગણી છે કે પ્રેમિકાની હત્યા કરનારાઓને સજા કરવામાં આવે આ ઉપરાંત બ્રિજેશને પણ પોતાનો જીવ જોખમમાં હોવાનો ડર છે. બ્રિજેશ દ્વારા જે અરજી આપવામાં આવી છે તેમાં મોહમ્મદ કમુ શેખ, સાદિક મોહમ્મદ શેખ, રમજાન સિંધી, સિદ્દીક શેખ અને સોએબ શેખ સામે યુવતીની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો.

આ પણ વાંચો:નશેડીઓમાં પેઇન કિલર અને ઊંઘની દવાની નશા માટે ભારે માંગઃ દિલ્હીની ટીમે રેડ પાડી

આ પણ વાંચો:સુરતઃ દુષ્કર્મ કરી યુવતી પાસેથી પૈસા પડાવનાર બેની ધરપકડ

આ પણ વાંચો:ડમી કાંડ તોડ કાંડમાં પરિવર્તીતઃ યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ

આ પણ વાંચો:ડમી કૌભાંડને દબાવવા માટે ડમી કૌભાંડને ઉજાગર કરનારની જ ધરપકડ – હેમાંગ રાવલ

આ પણ વાંચો:આઠ કલાક લાંબી પૂછપરછ બાદ કથિત તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે