ગુજરાત/ જામનગરમાં જાહેર રોડ પર સુતા સુતા બાઇક ચલાવવાનો સ્ટંટ કરનાર ને સ્ટંટ કરવો ભારે પડ્યો

જામનગર નજીક હાપા રોડ પર સર્કસ જેવા સ્ટંટ કરી વીડિયો વાયરલ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડયો

Gujarat Others

@સાગર સંઘાણી 

જામનગર પંથકમાં એક બાઈક ચાલક દ્વારા જોખમી સ્ટન્ટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. જે વીડિયોના આધારે જામનગરના પંચકોશી’બી. ડિવિઝન પોલીસ સ્ટાફે સ્ટંટ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. જામનગરમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો હતો, તે થર્ટી ફર્સ્ટની રાત્રિનો અને હાપા રોડ વિસ્તારનો હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું. જે વીડિયોમાં એક યુવક બાઈક પર આરામ ફરમાવતો (સુતા અવસ્થામાં) જોવા મળી રહ્યો હતો. અને સર્કસની માફક જાહેર રસ્તા પર સ્ટંટ કરાયા હતા.

જે વીડિયોના આધારે બાઈક પર સ્ટંન્ટ બાજ યુવક રવિ જૈન જે મૂળ યુપીનો રહેવાસી છે જે અગાઉ હત્યા કેસમાં પણ આરોપી તરીકે પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે, અને તે સ્ટંટ બાદ વિડીઓ વાયરલ કરવાની ટેવ વાળો હતો. સ્ટંટ કરતો યુવક હાલ જામનગરમાં મોહન નગર વિસ્તારમાં રહે છે. જેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની સામે આગળની કાર્યવાહી ચલાવાઈ રહી છે.

આમ પોલીસે ગણતરીના કલાકોમાં જ સ્ટંટ કરનાર અને ત્યારબાદ વિડીયો વાયરલ કરનારને પકડી લઈ પાઠ ભણાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: